નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમ આદમી પાર્ટીના ઈલેક્શન કેમ્પેન સોન્ગનો એક ભાગ.
ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (AAP)ને તેના ચૂંટણી કેમ્પેન સોન્ગમાં ફેરફાર કરવા કહ્યું છે. ECએ કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 અને ECI માર્ગદર્શિકાને ટાંકીને, AAPને સોન્ગમાં બદલાવ કરવા અને તેને ફરીથી સબમિટ કરવા જણાવ્યું છે. સોન્ગની ચકાસણી કર્યા બાદ જ તેને સર્ટિફિકેટ આપવામાં આવશે.
ECIએ કહ્યું કે ગીતની લાઇન ‘જેલ કે જવાબ મેં હમ વોટ દેંગે’ સાથે ગુસ્સે ભરાયેલી ભીડ જોવા મળી રહી છે. આ ભીડ સાથે જેલના સળિયા પાછળ અરવિંદ કેજરીવાલની તસવીર છે. આ પ્રકારના પિક્ચરાઈઝેશનથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય છે.
આ સિવાય ECI એ એમ પણ કહ્યું કે જેલ કે જવાબ મેં વોટવાળી લાઇન ઘણી વખત રિપીટ કરવામાં આવી છે, જે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 હેઠળ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ કોડના ECI ગાઈડલાઈન અને નિયમ (1(g)નું ઉલ્લંઘન કરે છે.
આતિશીએ કહ્યું- ગીતમાં તાનાશાહનો ઉલ્લેખ, ચૂંટણી પંચે તેને કેન્દ્ર સરકારની ટીકા ગણાવી આના જવાબમાં આતિશીએ કહ્યું કે AAPના કેમ્પેન સેન્ગમાં ક્યાંય પણ બીજેપીનો ઉલ્લેખ નથી. અમે તાનાશાહી સામે લડવાની વાત કરી છે. તેના પર ચૂંટણી પંચનું કહેવું છે કે આ શાસક પક્ષની ટીકા છે.
તેમણે કહ્યું કે હવે ચૂંટણી પંચ પણ સ્વીકારી રહ્યું છે કે ભાજપ તાનાશાહી કરી રહ્યું છે. જ્યારે ભાજપના લોકો સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરે છે અને તાનાશાહી કરે છે ત્યારે ECને કોઈ તકલીફ થતી નથી. પરંતુ જો આપણે તેનો વિરોધ કરીએ અને તેનો ઉલ્લેખ કરીએ તો પણ પંચને મુશ્કેલીઓ પડે છે.
તાનાશાહ એક ગીતથી ડરી ગયા
ભાજપના નેતાઓ દરરોજ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચને આ દેખાતું નથી. પણ જો કોઈ વિપક્ષના નેતા શ્વાસ પણ લે તો Election Commission નોટિસ મોકલે છે.