17 કલાક પેહલા
- કૉપી લિંક
‘સાલારઃ પાર્ટ 1 સીઝફાયર’નું પહેલું ગીત ‘સૂરજ હી છાંવ બનકે’ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકી એક છે. આ ગીત હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. હોમ્બલ ફિલ્મ્સે આ ગીત 13મી ડિસેમ્બરે રિલીઝ કર્યું હતું. દર્શકોનું માનવું છે કે આ ગીતમાં ફિલ્મ KGF જેવો અનુભવ થાય છે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન લીડ રોલમાં જોવા મળશે. ‘સાલાર’ 22 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ટ્રેલર 1 ડિસેમ્બરે રિલીઝ થયું હતું
‘સાલાર’ના ટ્રેલરમાં એક્શન સિક્વન્સની ઝલક દેખાડવામાં આવીહતી. ડિરેક્ટર પ્રશાંત નીલ અગાઉ પણ ‘KGF’ ફ્રેન્ચાઈઝીમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘સાલાર’નું એક્શન પણ નેક્સ્ટ લેવલનું છે. ‘સાલાર’નું ટ્રેલર 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું છે, 24 કલાકમાં એકંદરે સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર છે. 5 ભાષાઓમાં રિલીઝ થયેલા આ ટ્રેલરને 24 કલાકમાં કુલ 116 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
પ્રભાસે ‘ડંકી’ સાથે ટક્કર ન થાય તે માટે કરી હતી વાત
ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વધુ અપડેટ્સ સામે આવ્યા છે. ‘સાલાર’ની ટક્કર શાહરુખ ખાન સ્ટારર ‘ડંકી’ સાથે થવાની છે. ‘ડંકી’ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. હિરાની પણ પ્રભાસના મુંબઈમાં પાડોશી છે. બંનેએ આ ટક્કર મુદ્દે વાત કરી હતી. કારણ કે આ તમામ કોલ નિર્માતાઓ અને સંબંધિત સ્ટુડિયો સાથે છે. આવી સ્થિતિમાં બંને આ મામલે કંઈ કરી શકતા નથી.
પૃથ્વીરાજ પહેલીવાર 5 ભાષાઓમાં ડબિંગ કરશે
આ ફિલ્મમાં પ્રભાસની સાથે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ છે. બંને બેસ્ટ ફ્રેન્ડ દેવા અને વરદાના રોલમાં જોવા મળશે. પૃથ્વીરાજે હાલમાં જ ફિલ્મનું ડબિંગ પૂર્ણ કર્યું છે. આ વિશે વાત કરતાં પૃથ્વીરાજે કહ્યું કે તેમણે તેમના કેટલાક પાત્રો માટે ઘણી ભાષાઓમાં ડબિંગ કર્યું છે. પરંતુ એક જ ફિલ્મમાં એક જ પાત્ર માટે 5 અલગ-અલગ ભાષાઓમાં ડબિંગ તેમણે પહેલીવાર કર્યું છે.
‘KGF’ અને ‘સાલાર’નું કનેક્શન
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘સાલાર’ને ચોક્કસપણે ‘KGF’ સાથે કોઈક કનેક્શન હોવાનું દર્શાવવામાં આવશે. આ ફિલ્મ ‘KGF’ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, યશ ‘સાલાર’માં પણ જોવા મળશે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત સલાર 22 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે.
‘સાલાર’ ના ટ્રેલરને 24 કલાકમાં 116 મિલિયન વ્યૂઝ મળ્યા છે
‘સાલાર’નું ટ્રેલર 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું, 24 કલાકમાં એકંદરે સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર છે. 5 ભાષાઓમાં રિલીઝ થયેલા આ ટ્રેલરને 24 કલાકમાં કુલ 116 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ‘KGF 2’ આ યાદીમાં બીજા સ્થાને છે જેને 24 કલાકમાં 106 મિલિયન વ્યૂઝ મળ્યા છે. દરમિયાન, ‘ડંકી’ના ટ્રેલરને 24 કલાકમાં તમામ પ્લેટફોર્મ પર 103 મિલિયન વ્યૂઝ મળ્યા છે.