આણંદએક કલાક પેહલા
- કૉપી લિંક
- પોલીસે 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
આણંદ જિલ્લાના આંકલાવ, દેવા તળપદ તથા ઉમરેઠમાંથી જુગાર રમતા 12 જણાને પોલીસે રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી પોલીસે રૂપિયા 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રાના દેવા તળપદ ગામના મહાદેવ ફળીયામાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા ભડકદના વિષ્ણુ ઉર્ફે ભાણો લક્ષ્મણ સોલંકી, પારસ ઉર્ફે મુખી જગદીશ આચાર્ય, હસમુખ ઘનશ્યામ, અક્ષય રમેશ પરમાર અને દેવા તળપદના જિતેન્દ્ર ઉર્ફે કાળુ કનુ ગોહેલને રૂપિયા 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
એ જ રીતે બીજી તરફ આંકલાવના બાલમશા પીરની દરગાહ પાછળથી