52 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવંગત એકટર ઈરફાન ખાનની ચોથી પુણ્યતિથિના થોડા દિવસો બાદ જ તેમની પત્ની સુતાપા સિકદારે તેમને યાદ કર્યા છે. એક પોસ્ટ શેર કરતી વખતે સુતાપાએ આજના સમયમાં ઈરફાન અને તેની વાતચીતની કલ્પના કરી છે.
તેમણે લખ્યું કે આજે ઈરફાનને દિલજીત દોસાંજ અને ફહાદ ફાસિલ જેવા કલાકારો સાથે કામ કરવાનું ગમ્યું હોત અને તેમણે મલયાલમ ફિલ્મો માટે બોલિવૂડ છોડી દીધું હોત.
ઇરફાનને યાદ કરીને સુતાપાએ આ ફોટો શેર કર્યો છે
‘તેમના વિના 4 વર્ષ વિતાવ્યા પછી હું દોષિત અનુભવું છું’
સુતાપાએ લખ્યું- ‘ઈરફાનને મને છોડીને ગયા એને 4 વર્ષ અને 3 દિવસ થઈ ગયા છે. હું દોષિત અનુભવું છું જ્યારે મને ખ્યાલ આવે છે કે અમે તેમના વિના 4 વર્ષ વિતાવ્યા છે. પરંતુ પછી મને લાગે છે કે હું તેમની સાથે વધુ જીવી છું. હું તેને 1984થી ઓળખતી હતી. મને આશ્ચર્ય થાય છે કે જો તે આજે 2024 માં જીવતા હોત તો અમારી વચ્ચે શું વાતચીત થઈ હોત?
જો તેઓ આજે પણ શૂટિંગ પરથી ઘરે આવત ત્યારે તે પોતાની બિલાડીઓ સાથે સમય વિતાવતા હોત અથવા વાંચવામાં વ્યસ્ત થઈ જાત.
સુતાપાએ પોસ્ટ સાથે આ ઈમોશનલ કેપ્શન શેર કર્યું છે.
સુતાપાએ દિલજીત અને ચમકીલાના વખાણ કર્યા
સુતાપાએ આગળ આ પોસ્ટના કેપ્શનમાં ઈરફાન અને તેમની કાલ્પનિક વાતચીત લખી છે. તેમણે લખ્યું કે તેઓ ઈરફાનને કહેશે કે દિલજીત દોસાંજે ફિલ્મ ‘ચમકીલા’માં કેટલું સારું કામ કર્યું છે. તેઓ એક્ટરને તેમની સાથે ફિલ્મમાં કામ કરવાનું પણ સૂચન આપ્યું હોત.
આ સિવાય જો ઈરફાને આ ફિલ્મનું ગીત ‘વિદા કરો…’ સાંભળ્યું હોત તો તે આવીને તેને કહેત – ‘અરે સુતાપા, ઈર્શાદે શું લખ્યું છે… ઉફ્ફ ખતરનાક… તમે સાંભળ્યું હશે. વિદા કરો…’
સુતાપાએ આ પોસ્ટમાં અભિનેતા દિલજીત દોસાંજ અને ફહાદ ફાસિલની પણ પ્રશંસા કરી હતી
ઈરફાન કહેત- મારે ફહાદ સાથે કામ કરવું છે
સુતાપાએ વધુમાં લખ્યું છે કે ‘આ પછી ઈરફાન તેમના મેનેજર સાથે બેસીને તેમને કહેશે કે મારે મલયાલમ ફિલ્મ કરવી છે. હું ફહદ ફાસિલ સાથે કામ કરવા માગુ છું.
તેઓ કહેતા હતા કે જો બોલિવૂડ તેની રીતો નહીં બદલે તો હું મલયાલી ફિલ્મ કરીશ. બસ હું અને ઈરફાન આજકાલ આ બધી બાબતો વિશે વાત કરતાં હોત.
ઈરફાનની છેલ્લી ફિલ્મ 2020માં રિલીઝ થયેલી ‘અંગ્રેઝી મીડિયમ’ હતી
ત 29 એપ્રિલ 2020ના રોજ ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરને કારણે નિધન થયું હતું. સુતાપા અવારનવાર તેમની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરીને તેમને યાદ કરે છે.