8 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
એક્ટ્રેસ રાગિની ખન્નાની એક પોસ્ટની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ હતી. આ પોસ્ટ અનુસાર, રાગિનીએ હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. જોકે, આમાં કોઈ સત્ય નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન રાગિનીએ જણાવ્યું કે, તેનો ધર્મ બદલવાની વાત છોડી દો, તે આ વિશે વિચારી પણ શકતી નથી.

એક્ટ્રેસ રાગિણી ખન્ના
મારા માટે માનવતા સૌથી મોટો ધર્મ છે
એક્ટ્રેસે કહ્યું, ‘હું તમામ ધર્મોનું સન્માન કરું છું. હા, છેલ્લાં 10-15 વર્ષથી હું દર રવિવારે ચર્ચમાં જાઉં છું. પરંતુ આનો અર્થ એવો નથી કે મેં મારો ધર્મ બદલી નાખ્યો છે. મારા માટે માનવતા સૌથી મોટો ધર્મ છે અને તે હંમેશા એવો જ રહેશે.

એક્ટ્રેસ રાગિણી ખન્ના
‘હું મારા ફેન્સની પોસ્ટ ફરીથી રી-પોસ્ટ કરું છું’
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ અંગે એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, ‘એક એક્ટર તરીકે આપણે વધુ સાવચેત રહેવું પડશે, આ ઘટનામાંથી મેં આ જ પાઠ શીખ્યો છે. ખરેખર,છેલ્લાં કેટલાક મહિનાઓથી હું મારા ફેન્સની પોસ્ટ રી-પોસ્ટ કરું છું.’
‘હું માનું છું કે આજે હું જે કંઈ છું તે મારા ફેન્સના કારણે છું. મારા સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ રી-પોસ્ટ કરીને, હું મારો આભાર વ્યક્ત કરું છું. પરંતુ, વિચાર્યું ન હતું કે તે એક મુદ્દો બનશે. મારી ઓળખ પર પ્રશ્નો ઊભા થશે.’

એક ફેનની કોલોબ્રેશન રિકવેસ્ટને ભૂલથી સ્વીકારી
આગળ કહ્યું, ‘એક ફેન્સે નકલી પોસ્ટ કરી (જ્યાં હું ખ્રિસ્તી ધર્મ અપનાવતી જોવા મળી રહી છે) અને મારા એકાઉન્ટને ટેગ કર્યું. પછી તેમણે મારી સાથે કોલોબ્રેશન માટે રિકવેસ્ટ મોકલી. મેં ભૂલથી સ્વીકારી લીધું. થોડા સમય પછી તેમણે તે નકલી પોસ્ટ શેર કરી જેમાં હું મારા ધર્મ પરિવર્તનની વાત કરી રહી છું. તે સંપૂર્ણપણે નકલી છે. મેં ફરિયાદ નોંધાવી દીધી છે.’
‘વેલ, મારા લાખો ફેન્સ છે, તેમાંથી જો એક વ્યક્તિ આવી મૂર્ખતાભર્યું કામ કરે તો હું મારી આખી ફેન ક્લબને દોષ આપી શકું નહીં. મારા ફેન્સ મારા પ્રત્યે ખૂબ જ વફાદાર રહ્યા છે અને હું તેમનું ઘણું સન્માન પણ કરું છું.’

‘લગ્ન ઉપર પણ ફોક્સ કરી રહી છું’
અમારી વાતચીત દરમિયાન એક્ટ્રેસે કહ્યું કે, ‘આ દિવસોમાં તે ફક્ત તેના લગ્ન પર ધ્યાન આપી રહી છે. તેઓ પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધી રહી છે.’
રાગિણી ‘ભાસ્કર ભારતી’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘દેખ ઈન્ડિયા દેખ’, ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ જેવા શો માટે જાણીતી છે. હાલમાં જ તે તેની કઝીન આરતી સિંહના લગ્નમાં એન્જોય કરતી જોવા મળી હતી.