- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- A Complaint Was Registered Against The Retired Deputy Executive Engineer For Repeatedly Selling Shares Worth 38.40 Lakhs From Demat Account By Preparing Bogus Documents.
રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક
ફ્રીઝ થયેલુ ડિમેટ એકાઉન્ટ બારોબાર અનફ્રીઝ કરી લાખોના શેર બારોબાર વેંચી નાખવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ સિંચાઇ વિભાગ અને શહેરી વિકાસ સત્તા મંડળના નિવૃત કાર્યપાલક ઇજેનર કમલેશભાઇ ગોંડલીયા ડિમેટ એકાઉન્ટ ધરાવે છે અને આ એકાઉન્ટ ઘણા સમયથી ફ્રીઝ છે. આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે તેઓ પંચનાથ પ્લોટ મેઇન રોડ પર અરિહંત બિલ્ડીંગમાં આવેલ એએનએસ પ્રા.લિ. કંપનીમાં ગયા અને સ્ટેટમેન્ટ માંગતા 23 કંપનીમાંથી 17 કંપનીના શેર સ્ટેટમેન્ટમાં દેખાયા ન હતાં આથી તપાસ કરાવતાં ખબર પડી હતી કે શેર બારોબાર વેંચાઇ ગયા છે. તેમાં અલગ અલગ કંપનીના 4868 શેર હોઇ જે મહેન્દ્ર અને મનિષે સાથે મળી આ ડીમેટ એકાઉન્ટ બારોબાર અનફ્રીઝ કરી એક બીજાની મદદ કરી બોગસ ડોકયુમેન્ટ બનાવી એએનએસ પ્રા.લિ. કંપનીમાં રજૂ કરી ડિમેટ એકાઉન્ટમાં રહેલા રૂ. 38,40,000ના 4868 શેર બારોબાર વેંચી નાખી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી મહેન્દ્ર કંપનીમાં સિનીયર એકઝીકયુટીવ છે અને તેણે પોતાના પરિચીત મનિષ ભુતના ખાતામાં શેર ટ્રાન્સફર કરાવી વેંચી નાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો