બેંગલુરુ55 મિનિટ પેહલા
- કૉપી લિંક
એચડી રેવન્નાની SITએ 3 મેએ પૂર્વ પીએમ દેવેગૌડાના ઘરેથી ધરપકડ કરી હતી.
કર્ણાટક સેક્સ કાંડની પીડિતાના અપહરણના આરોપી અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્નાના પોલીસ રિમાન્ડને 14 મે સુધી લંબાવવામાં આવ્યા છે. પીડિતાના પુત્રની ફરિયાદ પર SIT દ્વારા 3 મેના રોજ રેવન્નાની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન મંગળવારે સાંજે રેવન્નાની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી. ડોકટરોએ તેમની તપાસ કરી અને જ્યારે રિપોર્ટ્સ નોર્મલ આવ્યા તો તેમને SIT અધિકારીઓ સાથે SIT હેડક્વાર્ટર પરત મોકલવામાં આવ્યા હતા.
અહીં કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પ્રજ્વલ રેવન્નાનો વાંધાજનક વીડિયો ફેલાવ્યો છે. કુમારસ્વામી એચડી રેવન્નાના ભાઈ અને પ્રજ્વલના કાકા છે. શિવકુમારે કહ્યું કે કુમારસ્વામી ‘બ્લેકમેલિંગના રાજા’ છે અને આ સમગ્ર કહાનીના મુખ્ય પાત્ર અને નિર્દેશક છે.
હકીકતમાં મંગળવારે કુમારસ્વામીએ કહ્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમારે ષડયંત્રના ભાગરૂપે પ્રજ્વલ રેવન્નાનો વીડિયો ધરાવતી 25 હજાર પેન ડ્રાઇવનું વિતરણ કર્યું હતું. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે 21 એપ્રિલે પોલીસને ડરાવીને બેંગલુરુ ગ્રામીણ, મંડ્યા અને હાસનમાં આ પેન ડ્રાઈવો ફેલાવી હતી.
એચડી રેવન્ના હોલેનરસીપુરાના વર્તમાન ધારાસભ્ય છે. તેઓ 2004થી સતત આ સીટ જીતી રહ્યા છે. અગાઉ 1994માં પણ તેઓ અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
SIT સમક્ષ હાજર થવાની પ્રજ્વલની સમયમર્યાદા ખતમ
તે જ સમયે, સેક્સ સ્કેન્ડલ કેસમાં સંડોવાયેલા એચડી રેવન્નાના પુત્ર અને દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાએ SIT સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય માંગ્યો હતો, જે મંગળવારે પૂરો થયો. જો કે હજુ સુધી તેમના દેશમાં પરત ફરવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયા બાદ પ્રજ્વલ જર્મની જવા રવાના થયો હતો. 1 મેના રોજ, તેણે X પર એક પોસ્ટમાં લખ્યું – હું તપાસમાં જોડાવા માટે બેંગલુરુમાં નથી, તેથી મેં મારા વકીલ દ્વારા CID બેંગલુરુને જાણ કરી છે. સત્ય જલ્દી બહાર આવશે.
આરોપો બાદ પ્રજ્વલને 30 એપ્રિલે જનતા દળ એસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રજ્વલ પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર છે. ઇન્ટરપોલે તેની સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે, જ્યારે દેશભરના એરપોર્ટ પર તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે.
પ્રજ્વલ રેવન્ના સામે બ્લુકોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાન બાદ પ્રજ્વલ જર્મની ગયો હતો.
કુમારસ્વામીએ કહ્યું- રાજ્ય સરકારે પ્રજ્વલનો વીડિયો ધરાવતી 25 હજાર પેન ડ્રાઇવનું વિતરણ કર્યું
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ રાજ્ય સરકાર પર તેમના ભત્રીજા અને હાસન લોકસભાના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના વીડિયોવાળી પેન ડ્રાઈવનું વિતરણ કરવાનો આરોપ લગાવ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે ચૂંટણીના થોડા સમય પહેલા 25,000 પેનડ્રાઈવનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજ્વલ મહિલાઓ પર બળજબરી કરતા હોવાના વીડિયો હતા.
કુમારસ્વામીએ પત્રકાર પરિષદમાં આ વાત કહી. તેમણે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમારે એક ષડયંત્રના ભાગરૂપે આ પેન ડ્રાઈવનું વિતરણ કર્યું છે. 21 એપ્રિલના રોજ, રાજ્ય સરકારે પોલીસને ડરાવીને બેંગલુરુ ગ્રામીણ, મંડ્યા અને હાસનમાં આ પેન ડ્રાઈવો ફરતી કરી.
કુમારસ્વામીએ 28 એપ્રિલે કોંગ્રેસ સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) પર પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ સિદ્ધારમૈયા તપાસ ટીમ અને શિવકુમાર તપાસ ટીમ છે. SITએ 3 મેના રોજ અપહરણ કેસમાં પૂર્વ મંત્રી એચડી રેવન્નાની ધરપકડ કરી હતી. સોમવારે (6 મે) એ જ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે SITએ તેમના ઘરની તલાશી લીધી હતી.
કર્ણાટક સરકાર પીડિતોને આર્થિક મદદ કરશે
કર્ણાટક કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી હતી કે તે હાસન લોકસભાના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલનો ભોગ બનેલી મહિલાઓને આર્થિક મદદ કરશે. કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમારની હાજરીમાં આ જાહેરાત કરી હતી.
સુરજેવાલાએ બેલગાવીમાં મીડિયા સાથે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને 10 પ્રશ્નો પણ પૂછ્યા. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે PM પ્રજ્વલ વિશે સત્ય જાણતા હતા, છતાં તેમણે સત્ય છુપાવ્યું હતું.