સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પાંચ વખતના ચેમ્પિયન રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય બેકફાયર થયો હતો. હવે મુંબઈ કેમ્પમાંથી આવી રહેલા સમાચાર ચાહકો માટે પરેશાન કરે તેમ છે. અમુક રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સના સિનિયર પ્લેયર્સે કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટીમના મુખ્ય ખેલાડીઓએ કોચિંગ સ્ટાફને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં વાતચીતનો અભાવ હતો અને તેનું કારણ હાર્દિકની કેપ્ટનશિપની સ્ટાઈલ હતી.
આ ખેલાડીઓએ ફરિયાદ કરી
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ, જાણકાર લોકોએ કહ્યું કે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ મેચ પછી મળ્યા હતા. ભારતીય સ્ટાર્સ જેઓ મીટિંગનો ભાગ હતા તેમાં MIનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. લંચ દરમિયાન, તેમણે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને ટીમના સારૂં પ્રદર્શન ન કરવાના કારણો દર્શાવ્યા. એવું પણ જાણવા મળ્યું છે કે પાછળથી કેટલાક સિનિયર્સ અને ટીમ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ વચ્ચે વન-ઓન-વન વાતચીત થઈ હતી.
રિપોર્ટ્સ પ્રમાણે બુમરાહ પણ હાર્દિકની આગેવાનીથી ખુશ નથી.
હાર બાદ પંડ્યા્એ તિલક પર હારનું ઠીકરું ફોડ્યું
દિલ્હી કેપિટલ્સ સામે MIની હાર બાદ, પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે તિલક વર્માએ અક્ષર પટેલની સામે થોડું વધુ સારી રીતે રમ્યો હોત, તો ટીમને જીત મળી હોત. તમને જણાવી દઈએ કે તિલકે તે મેચમાં 32 બોલમાં 63 રનની લડાયક ઇનિંગ રમી હતી અને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પણ તે રનઆઉટ થઈ જતા પછી MI હારી ગઈ હતી. તિલક વર્મા ટીમ તરફથી ટૉપ સ્કોરર પણ છે.
તિલક વર્માએ દિલ્હી સામે એક છેડો સાચવી રાખતા 63 રનની લડાયક ઇનિંગ રમી હતી.
હાર્દિકને મેનેજમેન્ટનું સમર્થન છે
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ કહ્યું કે આ કોઈ લીડરશીપ કટોકટી નથી, પરંતુ એ સંકેત છે કે જે ટીમ છેલ્લા 10 વર્ષથી રોહિતની કેપ્ટનશ્પથી ટેવાયેલી હતી, તે હજુ પણ નેતૃત્વ પરિવર્તન માટે એડજસ્ટ થઈ રહી છે. ‘મુંબઈ ઈન્ડિયન્સના એક ઑફિશિયલ્સે આ સિઝનમાં ટીમના સંઘર્ષ પર કહ્યું હતું કે ‘આ એક પ્રોબ્લેમ દરેક સાથે થતી હોય છે. અને આ એક સ્પોર્ટ્સનો ભાગ છે.’઼
મુંબઈ ઈન્ડિયન્સ બે જૂથમાં વહેંચાઈ ગયું?
ક્રિકેટ નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે આ સિઝનમાં MI વિશે કંઈક ખોટું છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કે તો ત્યાં સુધી કહ્યું કે ફ્રેન્ચાઈઝી જૂથોમાં વહેંચાયેલી લાગે છે. ક્લાર્કના જણાવ્યા અનુસાર, ‘મને લાગે છે કે તે ચેન્જિંગ રૂમની અંદર જુદા જુદા જૂથો છે અને કંઈક કામ નથી કરી રહ્યું. તેઓ એકસાથે મેચ નથી કરી રહ્યાં, તેઓ એક ટીમ તરીકે રમી રહ્યાં નથી.’