2 કલાક પેહલા
- કૉપી લિંક
રિયલ મેડ્રિડ UEFA ચેમ્પિયન્સ લીગ (UCL)ની ફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમે 9 મેના રોજ સેમિફાઈનલના બીજા તબક્કામાં બાયર્ન મ્યુનિકને 2-1થી હરાવ્યું હતું. આ રીતે બંને લેગને જોડીને રિયલ મેડ્રિડે 4-3થી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં સેમિફાઈનલના પ્રથમ લેગમાં બંને ટીમે 2-2 ગોલ કર્યા હતા.
14 વખતની યુરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડ શનિવારે 1 જૂને વેમ્બલી ખાતે ફાઈનલમાં ડોર્ટમંડ સામે ટકરાશે. રિયલ મેડ્રિડ માટે બંને ગોલ જોસેલુ (જોસ લુઈસ માટો)એ કર્યા હતા. મ્યુનિક માટે એકમાત્ર ગોલ ડેવિસે કર્યો હતો.
જોસેલુ (જોસ લુઈસ માટો) એ રીઅલ મેડ્રિડ માટે બંને ગોલ કર્યા.
બાયર્ન મ્યુનિકના ડેવિસે પહેલો ગોલ કર્યો હતો
હાફ ટાઈમ સુધી બંને ટીમ બરાબરી પર હતી. મેચની 68મી મિનિટે મ્યુનિકના ડેવિસે ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી અને ફાઈનલનો રસ્તો આસાન બનાવી દીધો હતો. તેણે સેન્ટર સર્કલમાં સાથી ખેલાડી કેનની ડાબી બાજુથી મળેલા પાસને ગોલમાં ફેરવીને મેચમાં ટીમને આગળ કરી.
જોસેલુના ગોલ પર વિવાદ
મેચની 88મી મિનિટે જોસેલુએ એન્ટોનિયો રુડિગરના પાસને ગોલમાં ફેરવી ટીમને બરાબરી પર લાવી દીધી હતી. જોસેલુના આ ગોલને લઈને વિવાદ થયો હતો. ગોલને શરૂઆતમાં ઓફસાઈડ કરવામાં આવ્યો હતો, પરંતુ વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR)એ લોગને સાચો જાહેર કર્યો. તેણે 91મી મિનિટે ટીમ માટે બીજો ગોલ કર્યો અને આ રીતે રિયલ મેડ્રિડ આ મેચમાં મ્યુનિકથી 2-1થી આગળ થઈ ગયું.
જોસેલુના પ્રથમ ગોલને રેફરીએ ઓફસાઇડ જાહેર કર્યો હતો. બાદમાં VAR એ ગોલ સાચો જાહેર કર્યો.
પ્રથમ લેગમાં સ્કોર બરાબરી પર રહ્યો હતો
પ્રથમ લેગમાં રમાયેલી સેમિફાઈનલમાં બંને ટીમે 2-2 ગોલ કર્યા હતા. આ મેચ 2-2 થી ટાઈ થઈ હતી. આવી સ્થિતિમાં રિયલ મેડ્રિડે બંને લેગમાં ચાર ગોલ કર્યા હતા જ્યારે બાયર્ન મ્યુનિકે 3 ગોલ કર્યા હતા.
બે લેગમાં મેચ કેવી રીતે રમાય છે?
રાઉન્ડ ઑફ 16 થી સેમિફાઈનલ સુધીની મેચ 2 લેગમાં રમાય છે. બંને ક્લબના ઘરે એક-એક મેચ રમાય છે. બંને લેગમાં એકંદરે વધુ ગોલ કરનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
UEFA ચેમ્પિયન્સ લીગ 1955-56 થી રમાઈ રહી છે
વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ ‘ચેમ્પિયન્સ લીગ’ની આ 32મી સિઝન છે. જેનો ચેમ્પિયન 10 જૂને મળશે. લીગની શરૂઆત 1955-56માં થઈ હતી. ત્યારબાદ યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિયેશન (UEFA) દ્વારા આયોજિત લીગને યુરોપિયન ચેમ્પિયન્સ કપ નામ આપવામાં આવ્યું હતું. 1992માં નામ બદલીને UEFA ચેમ્પિયન્સ લીગ કરવામાં આવ્યું. દરેક સિઝનમાં 32 ટીમ તેમાં ભાગ લે છે. આ ટીમને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.