હરણી લેક દુર્ઘટનામાં ઝડપાયેલા 18 આરોપીઓ પૈકી 11 આરોપીઓના જામીન મૂકવામાં આવ્યા હતા. જે પકી 10 આરોપીઓનાં જામીન કોર્ટે મંજુર કર્યા છે. આ અગાઉ ચાર મહિલા આરોપીઓની વડી અદાલતમાં જામીન અરજી મંજૂર થઈ હતી. 10 આરોપીઓને કોર્ટે આજે શરતો રાખી જામીન અરજીને મંજૂરી આપી છે. જેને લઇ તપાસમાં ત્રુટીઓ હોવાનું ભોગ બનેલા પરિવારજનો માની રહ્યા છે. શહેરના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોનાં મોત થયાં હતાં. એ સંદર્ભે વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે IPCની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. ગત 18મી જાન્યુઆરીના રોજ ન્યૂ સનરાઈઝ શાળાનાં 25 બાળક અને 4 શિક્ષક બોટ ઉપર સવાર હતાં. તેમાંના ઘણા લોકો પાસે લાઇફ સેવિંગ જેકેટ નહોતાં. બોટ હાલકડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતાં ડૂબી ગઈ હતી.આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદારો વગેરેનો સમાવેશ કરાયો હતો. આરોપી પૈકી પાલિકાના પૂર્વ અધિકારી અને કોટીયા પ્રોજેક્ટના 10 ટકાના ભાગીદાર ગોપાલ શાહની જામીન અરજીમાં વકીલ કમલેશ ગંગવાનીએ દલીલો કરી હતી. જેમાં આરોપીનો બોટિંગમાં કોઈ એક્ટિવ રોલ હતો નહિ, માત્ર કાગળ ઉપર ભાગીદારી હતી એવી દલીલો કરી હતી અને હાઇકોર્ટે 4 મહિલાઓને આપેલા જામીનનાં તારણ રજૂ કર્યા હતા. સરકારી વકીલે ટ્રાયલ કોર્ટમાં આરોપીના જામીન વિરુદ્ધ રજૂઆતો કરી હતી કે FSLના રિપોર્ટમાં દુર્ઘટના બોટ ડૂબવાથી થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. તળાવ 24 ફૂટ ઊંડું હતું, પૂરતી સુરક્ષા નહોતી. કંપનીને અલગ વ્યક્તિ કહી શકાય, આ ભાગીદારી પેઢી હતી. ભાગીદાર તરીકે તેની પણ સુરક્ષાની જવાબદારી બને છે. ટ્રાયલ કોર્ટે આરોપીઓની અગાઉ જામીન ફગાવતાં નોધ્યું હતું કે માલિક, સંચાલકો વગેરેની ભૂલથી નિર્દોષોના જીવ ગયા છે. અત્રેની અદાલત 10-11મી એડી.ડીસ્ટ્રિક કોર્ટમાં આરોપીઓએ જામીન મૂક્યા હતા અને એમના વતી જુદા જુદા 6 વકીલોએ દલીલો કરી હતી. એ પૈકી 10 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી નિલેશ જૈનના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે. આ શરતે આરોપીઓના જામીન મંજૂર કરાયા
કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવામાં મહિલાઓનો કોઈ રોલ નથી એવી દલીલ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. વડી અદાલતે જામીનની શરતો મૂકી છે. જેમાં પાસપોર્ટ જમા કરાવવો, અદાલતની પરવાનગી વગર ભારત દેશ છોડવો નહિ, પોતાની સંપત્તિ મિલકતોની કિંમતની વિગતો સાથે સોગંદનામુ રજૂ કરવું, સાક્ષીઓને ફોડવા નહિ અને અન્ય શરતોને આધીન જામીન આપ્યા હતા. આ આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા
ગોપાલ પ્રાણલાલ શાહ, જતીન હરિલાલ દોશી, અલ્પેશ હસમુખભાઈ ભટ્ટ, હિતેશભાઈ કોટીયા, ધર્મીન ગિરીશભાઈ શાહ, દીપેન હિતેન્દ્રભાઈ શાહ, રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ, વેદ પ્રકાશ રામપત યાદવ, ભીમસિંહ કુડીયા રામ યાદવ, ધર્મીન ધીરજભાઈ બાથાણીનો સમાવેશ થાય છે. જ્યારે પેટા કોન્ટ્રાકટર નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે. સૂત્રધાર પરેશ શાહ અને પુત્ર સહિત આરોપી હજુ જેલમાં
બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ હજી જેલમાં છે અને જામીન અરજી મૂકી નથી. જ્યારે બોટ ચાલક નયન ગોહિલ, હેલ્પર અંકિત વસાવા અને મેનેજર શાંતિલાલ સોલંકી પણ હજી જેલમાં છે અને જામીન અરજી મૂકી નથી.
Source link