43 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય
- કૉપી લિંક
આ ઘટના ગયા મહિને બની હતી. મધ્યપ્રદેશનો એક યુવક તેની નજર સામે તેના મિત્રના મૃત્યુનો આઘાત સહન કરી શક્યો નહીં અને તેના મૃત્યુના બીજા જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી.
ધાર જિલ્લાના બે યુવકો નરવે સિંહ અને કાન્તા જિગરી દોસ્ત હતા. બંને હંમેશા સાથે રહેતા અને સાથે ફરતા. તેમની મિત્રતા સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત હતી.
પરંતુ એક દિવસ મંદિરેથી પરત ફરતી વખતે તેમની બાઇક અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં નરવે સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની નજર સામે તેના મિત્રના મૃત્યુએ કાન્તાને ઊંડે સુધી હચમચાવી નાખ્યો અને તેણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. મરતાં પહેલા તેણે એક વીડિયો બનાવ્યો અને તેમાં કહ્યું, “હું મિત્ર વિના જીવી શકતો નથી. તેથી જ હું મારું જીવન સમાપ્ત કરી રહ્યો છું.”
આ વાર્તા મધ્યપ્રદેશના બે મિત્રોની છે. પરંતુ દરેક વ્યક્તિ જેણે પોતાની ખૂબ જ નજીકની વ્યક્તિને ગુમાવી છે તે આ વાતને તેના જીવન સાથે જોડી શકે છે.
દરેક વ્યક્તિ કોઈ મિત્ર, સંબંધી કે કોઈ નજીકની વ્યક્તિ ગુમાવવાને કારણે આત્મહત્યા નથી કરતી, પરંતુ કેટલીકવાર લોકોને તે દુઃખમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગે છે. તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે અને કેટલીકવાર તેઓ આખી જિંદગી તે ડિપ્રેશનમાંથી બહાર આવી શકતા નથી.
દરેકના જીવનમાં એક એવો સમય આવે છે, જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ આપણને કાયમ માટે છોડી દે છે. તેમના ગયા પછી જાણે દુનિયા ખતમ થઈ ગઈ હોય એવું લાગે છે. કંઈ સારું નથી લાગતું. આપણે ફક્ત તે વ્યક્તિને પોતાના જીવનમાં પાછી લાવવા માગીએ છીએ.
મૃત્યુ એ સનાતન સત્ય છે. આજે નહીં તો કાલે આપણે બધાએ જવાનું છે. આ સત્ય જાણ્યા પછી પણ આપણે આપણા નજીકના વ્યક્તિના મૃત્યુને કેમ સ્વીકારી શકતા નથી?
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના કેટલાક સંશોધકોએ આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. આ સંશોધન અને મનોવૈજ્ઞાનિક સલાહના આધારે આજે રિલેશનશિપ કોલમમાં આપણે પ્રિયજનોને ગુમાવવાના દુ:ખ અને આ દુ:ખમાંથી બહાર આવવાના ઉપાયો વિશે વાત કરીશું.
મનની સાથે શરીરને પણ નુકસાન થાય છે.
પ્રિયજનને ગુમાવવાનું દુ:ખ, જેને માતમ, શોક, ગમ અથવા દુખ પણ કહેવાય છે. તેની અસર શરીરની સાથે સાથે મન પર પણ પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ સુસ્ત અને જીવન પ્રત્યે ઉદાસીન બની શકે છે. મનની જેમ શરીર પણ નિસ્તેજ થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આના કારણે વ્યક્તિ વધુ પડતી ઊંઘ અથવા અનિદ્રાનો ભોગ બની શકે છે.
ઇનકારથી સ્વીકાર સુધી દુઃખ આ પાંચ તબક્કામાંથી પસાર થાય છે,
એલિઝાબેથ કુબલર રોસ સ્વિસ-અમેરિકન મનોવિજ્ઞાની છે, જેમણે 1969માં એક પુસ્તક લખ્યું હતું- ‘ઓન ડેથ એન્ડ ડાઇંગ.’ મૃત્યુના જટિલ વિષયની મનોવૈજ્ઞાનિક રીતે તપાસ કરનાર તે વિશ્વના પ્રથમ મનોવૈજ્ઞાનિકોમાંના એક હતા.
આ પુસ્તકમાં તેમએ 5 તબક્કામાં દુઃખ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે પણ કોઈ ખૂબ જ ઊંડું દુ:ખ હોય છે, એટલું ઊંડું હોય છે કે તે મન અને શરીરને સંપૂર્ણ રીતે વીંધી નાખે છે, ત્યારે આપણે સૌ પ્રથમ અસ્વીકાર કરીએ છીએ. આપણે એ પણ સ્વીકારતા નથી કે આવું કંઈક થયું છે. દરેક દર્દની શરૂઆત અસ્વીકારથી થાય છે અને ત્યાંથી પસાર થઈને એ જગ્યાએ પહોંચવા સુધીમાં એટલે કે આપણે દુખનો સ્વીકાર કરતાં થઈ જઈએ ત્યાં સુધીમાં મન પાંચ તબક્કામાંથી પસાર થાય છે.
અહીં એ વાત પણ સમજવી જરૂરી છે કે, 60 વર્ષ પહેલાં એલિઝાબેથ આ વિષય પર લખતી હતી ત્યારથી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આ વિષય પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે અને પુસ્તકો લખવામાં આવ્યા છે. આધુનિક મનોવિજ્ઞાન અનુસાર, દુઃખમાંથી બહાર નીકળવા માટે વાસ્તવમાં કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા અથવા મોડેલ નથી. હા, આ માટે કેટલીક મનોવૈજ્ઞાનિક ટિપ્સ ચોક્કસ આપી શકાય છે.
જો કે, તે જરૂરી નથી કે તે ટીપ્સ કોઈ ચોક્કસ ક્રમમાં લાગુ થવી જોઈએ અને તે બધા મનુષ્યોને સમાનરૂપે લાગુ થવી જોઈએ. જુદા જુદા લોકો માટે દુ:ખમાંથી બહાર નીકળવાનો માર્ગ અલગ-અલગ હોઈ શકે છે
દુ:ખનો સ્વીકાર એ દુ:ખને દૂર કરવાનો માર્ગ છે
હવે પ્રશ્ન એ થાય છે કે, આ દુ:ખમાંથી કેવી રીતે બહાર આવવું. જનારાને તો કોઈ રોકી શકતું નથી. પણ જેઓ આપણી નજીક છે અને આપણી સાથે છે તેમની વચ્ચે સુખી જીવન જીવવા આપણે શું કરવું જોઈએ?
મનોચિકિત્સક મેગન ડિવાઈને તેમના પુસ્તક ‘It’s OK that you’re not OK’માં લખ્યું છે કે, દુઃખ પર કાબૂ મેળવવાની શરૂઆત દુઃખને સ્વીકારવા અને વ્યક્ત કરવાથી થાય છે.
આ પુસ્તકમાં, મેગન ઉદાસીમાંથી બહાર આવવા માટે કેટલીક મનોવૈજ્ઞાનિક ટિપ્સ સૂચવે છે-
- સત્યનો સ્વીકાર કરો. મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે વિચારો. યાદ રાખો અને તમારા મનમાં પુનરાવર્તન કરો કે હવે તે પાછો આવવાનો નથી, પરંતુ તેની સારી યાદો હંમેશા મારી સાથે રહેશે.
- નજીકના લોકો સાથે તમારું દુઃખ શેર કરો, તેમની સાથે વાત કરો. સામાજિક પ્રવૃત્તિમાં વધારો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- તમે જે વ્યક્તિ ગુમાવી છે તેના વિશે લેખન, ચિત્રકામ અથવા અન્ય કોઈપણ કલાત્મક સ્વરૂપ દ્વારા તમારું દુઃખ વ્યક્ત કરો. આવી સ્થિતિમાં સત્યને સ્વીકારવું સરળ બનશે. જો તમને કળામાં બહુ રસ ન હોય તો તમે ડાયરી પણ લખી શકો છો. જ્યારે આપણે આર્ટ અથવા ડાયરીમાં આપણું દુ:ખ વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણું મન આપોઆપ હળવું થઈ જાય છે.
- જેવી રીતે કે ડરમાથી બહાર નીકળવાનો એક જ રસ્તો ડરનો સામનો કરવાનો છે આ જ વાત દુ:ખ પર પણ લાગુ પડે છે. પીડા ત્યારે અલ્સર બની જાય છે જ્યારે તે મનમાં જ ઘરબાયેલી રહે. ન તો આંખોના રસ્તે પીડા નકળે કે નતો કળાના રસ્તે કે ન તો શબ્દોના રસ્તે. ન કોઈને બતાવી શકાય કે ન તો કોઈની સાથે શેર કરી શકાય. જ્યારે તમે દુખ અનુભવો ત્યારે તમારે તમારી જાતને તેમાં ડૂબાડી દેવી જોઈએ. હૃદય દુ:ખથી ભરાઈ જાય તો મનભરીને રડી લેવું જોઈએ. આ બધા પછી જે બાકી રહે છે તે સ્વીકૃતિ અને શાંતિ છે. દુ:ખમાંથી બહાર નીકળવાનો આ જ માર્ગ છે.