30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત શુક્રવારથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચી હતી. તેની સાથે તેની માતા, બહેન શમિતા શેટ્ટી અને પુત્રી સમિષા પણ દર્શન માટે ગયા હતા. શિલ્પાએ ઉત્તરાખંડના પહાડોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
શિલ્પાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે
જ્યારે, તેનો બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ચાહકો સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. આ વીડિયો તેણે નહીં પરંતુ એક ફેન્સે શેર કર્યો છે.
2 દિવસ પહેલા શિલ્પા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તે માતા સુનંદા શેટ્ટી સાથે અહીં પહોંચી હતી.
ચાહકો સાથે તસવીરો ક્લિક કરાવી
સોશિયલ મીડિયા પર સામે આવેલા શિલ્પાના વીડિયોમાં તેણે પોતાની પુત્રીને તેડેલી છે અને તેની માતા અને બહેન પણ સાથે જોવા મળે છે. બધાએ કપાળ પર તિલક લગાવ્યું છે અને બ્લેક ચશ્મા પહેરેલા જોવા મળે છે. તેની આસપાસ ચાહકોની ભીડ છે, જેની સાથે તેણે તસવીરો પણ ક્લિક કરી છે.
શિલ્પા માતા, બહેન અને પુત્રી સાથે દર્શન માટે આવી હતી. પુત્ર અને પતિ રાજ કુન્દ્રા અહીં જોવા મળ્યા ન હતા.
શિલ્પા શુક્રવારે સવારે જ દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચી હતી. અહીં તેણે ફેન્સ સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. આ પછી શિલ્પા અને તેનો પરિવાર 20 અન્ય મુસાફરો સાથે કેદારનાથ ધામના દર્શન માટે રવાના થયો હતો.
2 દિવસ પહેલા કામાખ્યા મંદિરે દર્શન કરવા પહોંચી હતી
શિલ્પા બે દિવસ પહેલા કામાખ્યા મંદિર પહોંચી હતી. આ દરમિયાન માતા સુનંદા શેટ્ટી પણ હાજર હતી. તે મુલાકાતની એક તસવીર સામે આવી હતી, જેમાં તે એક ખાસ પ્રકારની પૂજા કરતી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે EDની કાર્યવાહી બાદ તેણે પોતાના પતિ રાજ કુન્દ્રાની સુરક્ષા માટે પૂજા કરી છે.
જુઓ તસવીરો…
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુનો ફ્લેટ અને બંગલો અને રાજ કુન્દ્રાના નામે નોંધાયેલા ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ કેસ 2002ના બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.