31 મિનિટ પેહલા
- કૉપી લિંક
તેજસ્વીએ કહ્યું- PMએ રોડ શો કરવો જોઈએ, અમે જોબ શો કર્યો છે, હું એકલો જ મોદી-શાહને ભારે પડી રહ્યો છું
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું- વડાપ્રધાને રોડ શો કરવો હોય તો કરે, અમે જોબ શો કર્યો છે. તેઓ 8-10 વખત બિહાર આવી ચૂક્યા છે, પરંતુ તેમણે જણાવ્યું નથી કે આગામી પાંચ વર્ષ માટે બિહાર માટે તેમનું વિઝન શું છે.
મોદીએ કરેલા તમામ વાયદાઓમાંથી એક પણ વાયદો પૂરો થયો નથી. બિહારમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી, રાજનાથજી, જેપી નડ્ડા, નીતિન ગડકરી, ઘણા રાજ્યોના મુખ્યમંત્રી આવી રહ્યા છે અને આ બધાનો હું એકલો જ ભારે પડી રહ્યો છું.