8 કલાક પેહલા
- કૉપી લિંક
ઐશ્વર્યા રાય, કિઆરા અડવાણી, અદિતિ રાવ હૈદરી અને શોભિતા ધુલીપાલા પછી હવે જેકલીન ફર્નાન્ડીઝ, પ્રતિક બબ્બર અને છાયા કદમ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવાના છે. જેકલીને તાજેતરમાં ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરશે. તેમણે કહ્યું કે કાન દક્ષિણ પૂર્વ એશિયાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે તેઓ ઉત્સાહિત છે.
2015માં કાનમાં હાજરી આપી છે
આ પહેલા પણ જેકલીન 2015માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યારે તેને મલેશિયાની રાણીએ આમંત્રણ આપ્યું હતું. ત્યાં તેણે પ્રાઈવેટ યાટ પર પ્રખ્યાત મોડલ નાઓમી કેમ્પબેલની 45મી બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી.
જેક્લીન 2015માં પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
પ્રતિક બબ્બર ‘મંથન’ના પ્રીમિયરમાં પહોંચશે
જેકલીન ઉપરાંત પ્રતિક બબ્બર પણ આ વર્ષે કાનમાં જોવા મળશે. પ્રતિક ત્યાં તેની માતા, દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલની ફિલ્મ ‘મંથન’ના પ્રીમિયરમાં હાજરી આપશે. પ્રતીક પણ ગુરૂવારે કાન માટે જવા રવાના થઈ ગયો છે.
પ્રતિક સાથે અભિનેતા નસીરુદ્દીન શાહ પણ આ પ્રીમિયરમાં હાજરી આપશે. તે 1976માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મંથન’નો ભાગ હતો. આ ફિલ્મ આ વર્ષે કાન ક્લાસિક સિલેક્શન કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે.
પ્રતીક ગુરુવારે ફ્રાન્સ જવા રવાના થયો હતો. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
ફિલ્મ ‘મંથન’ આ વર્ષે કાનમાં પ્રીમિયર થશે. ફિલ્મમાં સ્મિતા પાટિલ ઉપરાંત નસીરુદ્દીન શાહ અને ગિરીશ કર્નાડ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા.
છાયા એ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’નો એક ભાગ છે
અભિનેત્રી છાયા કદમ પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’નો એક ભાગ છે, જેને આ વર્ષે પામ ડી’ઓર કેટેગરીમાં દેશમાંથી નોમિનેટ કરવામાં આવી હતી. તે પોતાની ફિલ્મને સપોર્ટ કરવા માટે ત્યાં આવી છે. છાયા તાજેતરમાં રિલીઝ થયેલી ‘લાપતા લેડીઝ’માં મંજુ માઈના રોલમાં જોવા મળી છે.
કાનમાં પ્રીમિયર થનારી ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’માં છાયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
છાયા હાલમાં જ રિલીઝ થયેલી કિરણ રાવની ફિલ્મ ‘લપતા લેડીઝ’માં જોવા મળી છે.
ઐશ્વર્યા, કિઆરા અને શોભિતા ફ્રાન્સ જવા રવાના થયા
જેકલીન ઉપરાંત અભિનેત્રી ઐશ્વર્યા, અદિતિ, કિઆરા અને શોભિતા પણ આ વર્ષે કાનમાં હાજરી આપશે. ત્રણેય ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટથી ફ્રાન્સ જવા રવાના થયા છે. જ્યાં એશ, શભિતા અને અદિતિ રેડ કાર્પેટ પર વોક કરશે.
ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે કાન જવા રવાના થઈ ગઈ છે.
કિઆરા કાનમાં રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા આયોજિત થનારા વુમન ઇન સિનેમા ગાલા ડિનરમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.