59 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધીને એવું કહેતાં સાંભળી શકાય છે કે ‘નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન રહેશે.
રાહુલ ગાંધીએ ખરેખર આવું કહ્યું છે કે પછી આ વીડિયો ખોટો છે, એની તપાસ માટે વાચકોએ ભાસ્કરના ફેક્ટ ચેક ઈ-મેઇલ આઈડી [email protected] પર પણ આ વીડિયો મોકલ્યો
સ્ક્રીનશોટ જુઓ:
તપાસ દરમિયાન અમને આ વીડિયો નરેન્દ્ર મોદી પરિવાર નામના એક્સ એકાઉન્ટ પર જોવા મળ્યો. આ વેરિફાઇડ એકાઉન્ટને 60 હજારથી વધારે લોકો ફોલો કરે છે. એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું- આજના બ્રેકિંગ ન્યૂઝ, કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીએ સભામાં ખૂબ જ મોટી-મોટી ભવિષ્યવાણી કરી છે, આવનાર 4 જૂને…આગળ તમે જાતે જ સાંભળી લો. આવશે તો મોદી જ…
ટ્વીટ જુઓ:
સમાચાર લખાય ત્યાં સુધીમાં આ ટ્વીટને 11 હજાર લોકોએ લાઇક કરી લીધી હતી. ત્યાં જ 3500 લોકો એને રી-ટ્વીટ કરી ચૂક્યા હતા.
રાહુલ ગાંધી સાથે જોડાયેલો આ વીડિયો વેરિફાઇડ એક્સ યુઝર સારિકા ત્યાગીએ પણ ટ્વીટ કર્યો હતો. પોતાના ટ્વીટમાં સારિકાએ લખ્યું હતું- રાહુલ ગાંધીજીએ સભામાં ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી છે. હવે થોડા લોકો કહેશે કે ભક્તોએ એડિટ કરી છે.
ટ્વીટ જુઓ:
એક્સ પર સારિકાને 19 હજારથી વધારે લોકો ફોલો કરે છે.
રાહુલ ગાંધી વીડિયોમાં શું કહેતા જોવા મળ્યા?
વાઇરલ વીડિયોમાં રાહુલે કહ્યું, નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન રહેશે, શરૂઆતમાં હું તમને કહી દઉં છું, જે વાત સાચી છે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન રહેશે. તમે લખીને લઇ લો નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન બની શકે છે. અમારે જે કરવાનું હતું, જે કામ જે મહેનત કરવાની હતી, અમે કરી દીધી છે. હવે તમે જોજો ઉત્તરપ્રદેશમાં અમારા ગઠબંધનને એકપણ સીટ મળી શકશે નહીં. તેઓ પણ હસી રહ્યા છે, કેમ કે તેમને પણ જાણકારી છે કે જે રાહુલ ગાંધી બોલી રહ્યા છે એ સત્ય છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે જ, કહાની પૂર્ણ….જેમ અંગ્રેજીમાં બોલાય છે ગુડબાય, થે ક્યુ.
વાઇરલ વીડિયોનું સત્ય શું છે?
વીડિયોની તપાસ માટે અમે એના કી-ફ્રેમને ગૂગલ ઇમેજ પર રિવર્સ સર્ચ કર્યા. આ વીડિયો અમને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઓફિશિયલ યુટ્યૂબ એકાઉન્ટ પર જોવા મળ્યો. વીડિયો 10 મેના રોજ કાનપુરમાં થયેલી સભાનો હતો, જેને રાહુલ ગાંધીએ સંબોધિત કરી હતી.
વીડિઓ જુઓ:
વીડિયોમાં 45 મિનિટ 51 સેકન્ડમાં રાહુલ ગાંધી કહે છે, ‘ભાઈઓ અને બહેનો, શરૂઆતમાં હું તમને કહી દઉં કે ભારતનું મીડિયા તમને જે ક્યારેય નહીં કહે, પણ સાચું શું છે, 2024, 4 જૂન, ભારતના નરેન્દ્ર મોદી. તેઓ હવે વડાપ્રધાન નહીં રહે, તમે એને લેખિતમાં લઈ લો. નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન નહીં બની શકે. અમારે જે પણ કામ કરવાનું હતું, જે પણ મહેનત કરવી પડી હતી એ અમે કરી લીધી છે, હવે તમે જુઓ કે અમારા ગઠબંધનને ઉત્તરપ્રદેશમાં 50થી ઓછી બેઠકો મળવાની નથી.
દિવ્ય ભાસ્કરે પણ રાહુલ ગાંધીની કાનપુર સભા સાથે સંબંધિત સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. તમે આ લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચી શકો છો.
સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા રાહુલ ગાંધીના નિવેદન સાથે જોડાયેલી વીડિયો-ક્લિપ એડિટ કરવામાં આવી છે. વીડિયો સાથે કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.
ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp – 9201776050 પર ઈ-મેઇલ કરો.