અમેઠી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેઠીથી સાંસદ અને બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની મિમિક્રી ઉતારી છે. તેમણે કહ્યું, કોંગ્રેસની દીકરી કહે છે, બીજેપી શું કરે છે? ધર્મ-ધર્મ બોલે છે, હૂં..હૂં…હૂં…આમ કામ થશે. ઠીક નથી કર્યું મોદીએ, અમે તો કાદવ પર ચાલીને જતા હતા. હૂં..હૂં…હૂં…
કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની પ્રચાર માટે તિલોઈ વિધાનસભામાં કાર્યક્રમ કરવા પહોંચી. આ વીડિયો શુક્રવાર મોડી રાતનો જણાવવામાં આવે છે. પ્રિયંકા અને કોંગ્રેસ પર સવાલ કરતા તેમણે કહ્યું- અમે આટલાં ગામના રસ્તાઓ બનાવ્યા અને તેઓ કહે છે કે તેઓ કાદવમાં ચાલીને જતા હતા. કેમ તેમણે રસ્તા ના બનાવડાવ્યા?
તેમણે કહ્યું કે હું મોદીના કામ પર મત માગવા આવી છું. જો કામ મોદીની સરકારમાં થયું છે તો લોકો મત તો મોદીને જ આપશે ને. કોઈ કોંગ્રેસને કેમ મત આપશે? મત આપનાર બધા લોકોને મારી અપીલ છે કે પોતાના મતથી કોંગ્રેસને હારનું ઇન્જેક્શન લગાવો.
સભા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીની એક્ટિંગ કરી
અમે 262 ગામમાં પાક્કા રસ્તા બનાવડાવ્યા
સ્મૃતિ આગળ જણાવે છે કે હૂં…હૂં…હૂં કરનારી દીદીને આટલી તકલીફ હતી તો બનાવવા હતાને પાક્કા રસ્તા. કાદવમાંથી જવાની ક્યાં જરૂર હતી. અમે રસ્તાઓ ઉપર કામ કર્યું છે. 262 ગામમાં પાક્કા રસ્તા બનાવડાવ્યા છે. જ્યારે કામ મોદી સરકાર કરશે તો મત તો મોદી સરકારને જ મળશે ને?
તમે જ માત્ર ફેસબૂકિયા નથી, અમે પણ છીએ
અમેઠી સાંસદે પ્રિયંકાની મિમિક્રી કરતી વખતે એક વ્યક્તિને કહ્યું, આટલું હસો નહીં, તમે જ માત્ર ફેસબૂકિયા નથી, અમે પણ છીએ. હમ ભી દેખત હે. તે કહે છે કે મોદીએ કંઈ કર્યું નથી.
હૂં…હૂં…વાળી દીદી કહે છે, બીજેપી ધર્મનો ઉપયોગ કરે છે. અમે ક્યારે ધર્મનો ઉપયોગ કર્યો છે. શું રામ મંદિર બનાવડાવીને મોદીએ પાપ કર્યું? કોંગ્રેસ પાર્ટી કહે છે કે અમને મત મળ્યા તો અમે મંદિર નિર્માણનો નિર્ણય બદલી નાખીશું. અમે કહીએ છીએ કે, ભાઈ સાંભળો, કોંગ્રેસ પાર્ટીને કહી દો કે હવે અમે ગૌરીગંજમાં રહીએ છીએ.
હનુમાન ગઢીના ધ્વજને પણ હાથ લગાવીને જુએ
ગૌરીગંજમાં હનુમાન ગઢીમાં હનુમાનજીનું મંદિર છે. અમે કોંગ્રેસના લોકોએ કહીએ છીએ, એક કામ કરો ભાઈ…જો હિંમત છો તો ગૌરીગંજ આવીને હનુમાન ગઢી મંદિરના ધ્વજને હાથ લગાવીને જુઓ. જોવા જેવી ના થાય તો મારું નામ સ્મૃતિ ઈરાની નહીં.
સ્મૃતિએ કહ્યું- કોંગ્રેસની હિંમત હોય તો હનુમાન ગઢીના ધ્વજને હાથ લગાવીને જુએ
કોંગ્રેસ પાર્ટીને હારનું ઈન્જેક્શન આપો
ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું મોદી માટે, મોદીના કામ માટે મત માંગવા આવી છું. તમે 20 મેના રોજ પોલિંગ બૂથ પર જાવ અને કમળનું બટન દબાવો. જે લોકો મત આપશે તેમને હું કહેવા આવી છું, 20 મેના રોજ કમળનું બટન દબાવો અને મોદીને જીતાડો. સાથે જ, કોંગ્રેસ પાર્ટીને હારનું ઇન્જેક્શન લગાવો. કોંગ્રેસના નેતાઓ જમીન ખાઈ જાય છે.
કોંગ્રેસ સમર્થક પણ ફ્રીનું રાશન લે છે
સ્મતિએ કહ્યું કે અહીં અમારા ધારાસભ્ય મેડિકલ કોલેજ માટે ઘરની જમીન આપવા તૈયાર છે. કોંગ્રેસ સમર્થક પણ મોદી પાસેથી ફ્રી રાશન મેળવે છે. મોદી રાશન અપાવડાવે, મોદી આયુષ્યમાન ભારતના 5 લાખ રૂપિયા અપાવડાવે, મોદી ખેડૂતોને કિસાન સન્માન નિધિ અપાવડાવે, જો મોદી જ બધા લાભ આપી રહ્યા છે તો મત પણ મોદીને જ જશે.
કોંગ્રેસની ટોપી બતાવવા પર સ્મૃતિ ઈરાનીએ અંગૂઠો બતાવ્યો
સ્મૃતિ ઈરાની શનિવારે જનસંપર્ક કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને એક યુવકે કોંગ્રેસની ટોપી બતાવી. આના પર સ્મૃતિ ઈરાનીએ હસીને તેમને અંગૂઠો બતાવ્યો અને આગળ જતા રહ્યા.