51 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકા દ્વારા ચાઈનાના ઈલેક્ટ્રિક વાહનોની આયાત પર ડયુટીમાં ધરખમ વધારા બાદ હવે રશિયાના પ્રમુખ પુતીનની ચાઈનાના પ્રમુખ જિનપિંગ સાથે મુલાકાતને લઈ બન્ને દેશો વધુ નજીક આવતાં અમેરિકાએ ચાઈના પર વધુ પ્રતિબંધો મૂકવાની ચિમકી આપતાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધવાની દહેશતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં લોકસભા ચૂંટણીના પરિણામો તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી હતી, જો કે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારનો ફિઅર ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 0.53% વધી 20.52 બંધ રહ્યો હતો, જે માર્કેટમાં તેજી તરફી સંકેત આપે છે. 21 મેના રોજ મહરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનું મતદાન નિમિતે શેરબજાર બંધ રહેવાના હોવાથી ગત શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર સાર્વત્રિક ઉછાળા સાથે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. 412.35 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તામાં નહીં આવે તો શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. જો મોદી સરકાર અથવા એનડીએ ૨૭૨થી વધુ સીટો જીતે છે તો શેરબજારમાં બમ્પર વધારો નોંધાઈ શકે છે. અમેરિકાના એપ્રિલના ફુગાવાના આંકડા સૂચવે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે નિફ્ટીમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકામાં વ્યાજ દરમાં કાપની અપેક્ષા સાથે કંપનીઓના સારા કમાણીના પરિણામો પણ બજારમાં તેજીનું કારણ છે, વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસોમાં સતત વધારો ભારતીય ઈકોનોમીને વેગ આપી રહ્યો છે. જેના પગલે બેન્કિંગ, આઈટી અને ઈન્ડસ્ટ્રીયલ્સ સેક્ટર્સના શેરોમાં ખરીદી વધી છે. વૈશ્વિક પરિબળોથી વિશેષ સ્થાનિક ચૂંટણીના પરિબળે ગત સપ્તાહના સળંગ ચાર દિવસ બજારને નરમાઈમાં ધકેલ્યા બાદ સપ્તાહના અંતે ઘટાડાને વિરામ આપ્યો હતો. ચૂંટણીના પરિણામ વિશે હજુ અટકળોનો દોર આગામી ૪, જૂન સુધી ચાલુ રહેવાની શકયતા પૂરી છે. જેને કારણે બજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે સાવચેતી વધતી જોવાય અને ઉછાળે – ઘટાડે ઈન્ડેક્સ મેનેજમેન્ટ થતું રહેવાની શકયતા રહેશે.
અશોક લેલેન્ડ લિ.
( BSE CODE – 500477 )
અશોક લેલેન્ડ લિમિટેડની સ્થાપના વર્ષ 1948માં અશોક મોટર્સ નામ સાથે કરવામાં આવી હતી. ઓસ્ટિન કારની એસેમ્બલી માટે ઓસ્ટિન મોટર કંપની ઈંગ્લેન્ડના સહયોગથી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. અશોક લેલેન્ડ લિમિટેડ હાલમાં કોમર્શિયલ વાહનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે. કંપની ઔદ્યોગિક અને દરિયાઈ એપ્લિકેશન ફોર્જિંગ અને કાસ્ટિંગ માટે એન્જિન બનાવે છે. તેના ઉત્પાદનોમાં બસ ટ્રક એન્જિન સંરક્ષણ અને વિશેષ વાહનોનો સમાવેશ થાય છે. આ કંપની હિન્દુજા ગ્રુપની ફ્લેગશિપ છે. ચેન્નાઈમાં મુખ્ય મથક ભારત અશોક લેલેન્ડનું ઉત્પાદન 9 પ્લાન્ટ સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે; જેમાં ગ્રેટ બ્રિટન અને રાસ અલ ખૈમાહ (યુએઈ) નો સમાવેશ થાય છે.
અશોક લેલેન્ડ લિ. કોમર્શિયલ વેહિકલ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.01 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.61,662.87 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.2.00 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.211.00 અને ઘટીને રૂ.144.20 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 51.52% અને પબ્લિકનું હોલ્ડીંગ 48.48% આવેલ. બોનસ શેર : વર્ષ 2011 માં 1:1 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.0.50, વર્ષ 2021માં શેરદીઠ રૂ.0.60, વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.00 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.2.60 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.21,688.29 કરોડની તુલનાએ વધીને રૂ.36,144.14 કરોડ મેળવીને એનપીએમ 3.82% થકી ચોખ્ખો નફો રૂ.541.83 કરોડની તુલનાએ વધીને રૂ.1380.11 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.70 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.8189.29 કરોડથી વધીને રૂ.9638.04 કરોડ મેળવીને એનપીએમ 5.82% થકી ચોખ્ખો નફો રૂ.576.42 કરોડની તુલનાએ ઘટીને રૂ.561.01 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.91 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓકટોબર 2023 થી ડીસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.9638.04 કરોડથી ઘટીને રૂ.9273.01 કરોડ મેળવીને એનપીએમ 6.26% થકી ચોખ્ખો નફો રૂ.561.01 કરોડની તુલનાએ વધીને રૂ.580.03 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.98 નોંધાવી છે.
કોમર્શિયલ વેહિકલ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.210 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.188 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.232 થી રૂ.244 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.244 ઉપર તેજી તરફી ધ્યાન.
બેન્ક ઓફ ઈન્ડિયા
( BSE CODE – 532149 )
બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 7 સપ્ટેમ્બર 1906ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓના જૂથ દ્વારા કરવામાં આવી હતી. બેંક ઓફ ઈન્ડિયા એ સરકારી માલિકીની વ્યાપારી બેંક છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. બેંક કોર્પોરેટ અને રીટેઇલ ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. બેન્ક ટ્રેઝરી ઓપરેશન્સ, બેન્કિંગ ઓપરેશન્સ અને રિટેલ બેન્કિંગ ઓપરેશન્સ ત્રણ અલગ – અલગ બિઝનેસ સેગમેન્ટમાં કાર્ય કરે છે, ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સ વેન્ચર કેપિટલ ડિપોઝિટરી સેવાઓ, બુલિયન ટ્રેડિંગ અને ક્રેડિટ કાર્ડ્સ જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. બેંક બિઝનેસ (ફોરેન એક્ષચેન્જ વ્યવહાર) એનઆરઆઈ મર્ચન્ટ બેંકિંગ વગેરે માટે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરે છે. બેંક પાસે અંદાજીત 5083 સ્થાનિક શાખાઓ 5690 એટીએમ અને 23 વિદેશી શાખાઓનું મજબૂત નેટવર્ક ધરાવે છે. સ્થાનિક શાખાઓ 54 ઝોનલ ઓફિસો અને 8 NBG ઓફિસો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
બેન્ક ઓફ ઈન્ડિયા પબ્લિક બેંક સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.56,635.19 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.29.67 લાખ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.158.00 અને ઘટીને રૂ.69.41 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 73.38% અને પબ્લિકનું હોલ્ડીંગ 26.62% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.2.00 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.2.00 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.47,647.72 કરોડની તુલનાએ વધીને રૂ.60,709.49 કરોડ મેળવીને એનપીએમ 10.41% થકી ચોખ્ખો નફો રૂ.4022.94 કરોડની તુલનાએ વધીને રૂ.6317.92 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.14.90 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડીસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.14,971.18 કરોડથી વધીને રૂ.15,217.98 કરોડ મેળવીને એનપીએમ 12.28% થકી ચોખ્ખો નફો રૂ.1458.43 કરોડની તુલનાએ વધીને રૂ.1869.51 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.44 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક જાન્યુઆરી 2024 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.15,217.98 કરોડથી વધીને રૂ.16,161.70 કરોડ મેળવીને એનપીએમ 8.90% થકી ચોખ્ખો નફો રૂ.1869.51 કરોડની તુલનાએ ઘટીને રૂ.1438.91 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.16 નોંધાવી છે.
પબ્લિક બેંક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.124 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.108 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.144 થી રૂ.150 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.155 ઉપર તેજી તરફી ધ્યાન.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.