રીવરફ્રન્ટ ક્રુઝમાં જમવા આવ્યોને પકડાયો
અમદાવાદ સહિત ગુજરાતમાં માસ્ટર આઇડીને આધારે સબ આઇડીનું વેચાણ કરીને સટ્ટાનું નેટવર્ક ફેલાવતો હતો
Updated: Dec 16th, 2023
અમદાવાદ,શનિવાર
ગુના નિવારણ શાખાના સ્ટાફ દ્વારા શુક્રવારે સાંજના સમયે રીવરફ્રન્ટમાં ્ક્રુઝમાં જમવા માટે આવેલા નડિયાદના બુકીને ઝડપી
લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે સટ્ટો રમવા માટે ૧૫ લાખ રૂપિયામાં માસ્ટર
આઇડીની ખરીદી કરી હતી. જે બાદ તે અન્ય તેના
માસ્ટર આઇડીથી અન્ય લોકોને ેસબ આઇડીનું વેચાણ કરવાની સાથે મોટાપાયે સટ્ટો રમાડતો હતો.પીસીબીના સ્ટાફને શુક્રવારે માહિતી મળી હતી કે રીવર ફ્રન્ટ સરદાર
બ્રીજ પાસે એક બુકી ક્રુઝમાં જમવા માટે આવ્યો છે. જેના આધારે વોચ ગોઠવીને ઇદ્રીશ હબીબભાઇ કાપડીયા (રહે.કસાઇવાડા નાકા,નડીયાદ)ને ઝડપી લેવાયો
હતો. તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા પોલીસને બીટ૯.કોમ નામની લોગઇન આઇડી મળી
આવી હતી. જેમાં તે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો બુક કરતો હતો.
જે પછી તેની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેણે ત્રણ મહિના પહેલા વિશ્વ
કપ માટે સટ્ટો રમવા માટે વડોદરામાં આવેલા આર્યુવેદિક
ચાર રસ્તા પાસે રહેતા તેજસ નામના બુકી પાસેથી ૧૫ લાખ રૂપિયામાં માસ્ટર આઇડીની ખરીદી કરી હતી. જેમાં તે સટ્ટો બુક
કરાવવાની સાથે સબ આઇડી ૫૦ હજારથી એક લાખ રૂપિયામાં વેચાણથી આપતો હતો. પોલીસને તેની
પાસેથી કેટલાંક શંકાસ્પદ નંબર પણ મળી આવ્યા
હતા. જે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.