સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2024માં રવિવારે ડબલ હેડરની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની દિવસની બીજી મેચ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
દિવસની પ્રથમ મેચમાં, SRHનો ટ્રેવિસ હેડ પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે શશાંક સિંહ માત્ર 2 રન બનાવી શક્યો હતો અને તે રનઆઉટ થયો હતો. જ્યારે સનવીર સિંહે શાનદાર કેચ કર્યો હતો. ડબલ હેડરની મેચ મોમેન્ટ્સ…
1. અર્શદીપ સિંહે પ્રથમ બોલ પર ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો
પંજાબ કિંગ્સનો ફાસ્ટર અર્શદીપ સિંહે હૈદરાબાદના ટોપ રન સ્કોરર ટ્રેવિસ હેડને પહેલા જ બોલ પર બોલ્ડ કર્યો હતો. 215 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પંજાબ બોલિંગ કરવા આવ્યું હતું. ટીમ માટે ઓવરની શરૂઆત અર્શદીપ સિંહે કરી હતી. ટ્રેવિસ હેડ સ્ટ્રાઈક પર હતો. પ્રથમ બોલ પર, અર્શદીપે ગુડ લેન્થ બોલ ફેંક્યો, બોલ અંદરની તરફ ગયો અને સીધો સ્ટમ્પ પર અથડાયો. હેડ બોલને સમજવામાં નિષ્ફળ ગયો. હેડ પ્રથમ બોલ પર ઝીરો રને આઉટ થયો હતો.
અર્શદીપે આ સિઝનમાં કુલ 19 વિકેટ લીધી હતી.
2. સનવીરે શાનદાર કેચ ઝડપ્યો
SRH ખેલાડી સનવીર સિંહે શાનદાર કેચ ઝડપ્યો હતો. PBKSની ઇનિંગ્સની 19મી ઓવર દરમિયાન ટી નટરાજને આશુતોષ શર્માને ધીમો બોલ ફેંક્યો હતો. આશુતોષે તેને કવર તરફ રમ્યો. શોર્ટ કવર પર ફિલ્ડિંગ કરી રહેલા સનવીર સિંહ તેજી પાછળની તરફ દોડ્યો અને પડતા પડતા શાનદાર કેચ કરી લીધો હતો. આ દરમિયાન તેનું માથું જમીન પર અને પગ હવામાં રહ્યા હતા.
સનવીર સિંહે 3 મેચમાં 3 કેચ ઝડપ્યા હતા.
3. શશાંક કન્ફ્યુઝનમાં રન આઉટ થયો
PBKS બેટર શશાંક સિંહ કન્ફ્યુઝનના કારણે રનઆઉટ થયો હતો. પંજાબની ઇનિંગ્સની 16મી ઓવરના છેલ્લા બોલ પર તેની વિકેટ પડી હતી. શશાંકે નીતિશ રેડ્ડીના બોલ પર શોટ રમીને ઝડપી રન લીધો હતો. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર તેની સાથે રાઈલી રૂસો હતો.
ઝડપથી પ્રથમ રન લીધા પછી, રુસો કોઈપણ ખચકાટ વિના બીજા રન માટે દોડી ગયો. શશાંક સિંહ રન બનાવવા માટે દોડ્યો નહોતો, પરંતુ રૂસોને જોઈને તે છેલ્લી ક્ષણે બીજા છેડા તરફ દોડ્યો હતો. આ દરમિયાન બોલર નીતિશ રેડ્ડી મિડ-વિકેટ પર બોલ તરફ દોડ્યો અને બેટરના છેડે બોલ ફેંક્યો, જ્યાં શશાંક રન પૂરો કરવા માંગતો હતો. વિકેટકીપર હેનરિક ક્લાસને તરત જ બોલ રિસીવ કર્યો અને શશાંકને રનઆઉટ કર્યો. આ દરમિયાન શશાંક સિંહ ક્રિઝથી ઘણો દૂર હતો.
શશાંક સિંહ આ સિઝનમાં PBKSનો ટોપ સ્કોરર રહ્યો છે.
4. સ્કૂપ શોટ રમતી વખતે ક્લાસેન બોલ્ડ થયો
SRHનો વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેન સ્કૂપ શોટ રમતી વખતે આઉટ થયો હતો. 19મી ઓવરના બીજા બોલ પર હરપ્રીત બ્રારે સીધો બોલ સ્ટમ્પ તરફ ફેંક્યો. આ પર ક્લાસને સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. તેનો પ્રયાસ નિષ્ફળ ગયો અને તે શોટ ફટકારી શક્યો નહીં. આ કારણે શોટ ચૂકી ગયો અને તે બોલ્ડ થઈ ગયો.
હેનરિક ક્લાસને 26 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી.
5. KKR vs RR મેચ વરસાદને કારણે અટકી ગઈ
ગુવાહાટીમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની દિવસની બીજી મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી. આ કારણે સાડા ત્રણ કલાક સુધી ટોસ થઈ શક્યો નહોતો. ગ્રાઉન્ડ સ્ટાફે લગભગ 10 વાગ્યે કવર હટાવ્યા હતા. ટોસ રાત્રે 10:30 વાગ્યે થયો હતો, પરંતુ મેચની શરૂઆતમાં વરસાદે ફરી એકવાર ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું હતું.
લીગ સ્ટેજની છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.