નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM હાઉસમાં થયેલી મારપીટ કેસમાં દિલ્હી પોલીસ આરોપી બિભવ કુમારને મંગળવારે 21 મેના રોજ મુંબઈ લઈ ગઈ. પોલીસના જણાવ્યા પ્રમાણે બિભવે આઈફોન ફોર્મેટ કરતા પહેલાં તેનો ડેટા મુંબઈમાં કોઈ વ્યક્તિ અથવા ડિવાઇસને ટ્રાન્સફર કર્યો હતો. તે ડેટાને જ પ્રાપ્ત કરવાનો છે.
ત્યાં જ, માલીવાલ મારપીટ કેસની તપાસ હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરશે. SITને નોર્થ દિલ્હીની DCP અંજિતા ચેપ્યાલા લીડ કરી રહી છે. ટીમમાં ઇન્સ્પેક્ટર રેંકનાં 3 અધિકારી પણ છે.
તેમાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના અધિકારી પણ સામેલ છે, જ્યાં મામલો નોંધવામાં આવ્યો હતો. SIT પોતાની તપાસ કર્યા પછી સીનિયર્સને પોતાનો રિપોર્ટ સોંપશે.
એક દિવસ પહેલાં બિભવને CM હાઉસ લઇને પહોંચી હતી, ક્રાઇમ સીન રીક્રિએટ થયો હતો.
પોલીસ સાંજે 5.45એ બિભવને સીએમ હાઉસ લઇને પહોંચી અને 7.26 વાગ્યે બહાર આવી.
13મેના રોજ બનેલી ઘટના વિશે જાણવા માટે દિલ્હી પોલીસ 20 મેના રોજ બિભવ કુમારને સીએમ હાઉસ લઈ ગઈ હતી. લગભગ દોઢ કલાક સુધી ક્રાઈમ સીન રીક્રિએટ કરવામાં આવ્યો હતો. પોલીસ લગભગ 5.45 વાગ્યે બિભવને સીએમ હાઉસમાં પહોંચી અને 7.26 વાગ્યે બહાર આવી.
બિભવ કુમાર હાલ 23 મે સુધી દિલ્હી પોલીસનાં રિમાન્ડ પર છે. 18 મેના રોજ દિલ્હી પોલીસે બિભવની 7 દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ તેને માત્ર 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા. બિભવ પર 13 મેના રોજ સીએમ આવાસ પર સ્વાતિ સાથે ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ છે.
સ્વાતિ-બિભવ સાથે સીન રીક્રિએટ બાદ પોલીસ એનાલિસિસ કરશે
આરોપી બિભવ અને પીડિત સ્વાતિ બંને સાથે સીન રીક્રિએટ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ ઘટના અંગે આ બંને પાસેથી મળેલા ઈનપુટનું એનાલિસિસ કરી રહી છે. પોલીસે તેમના તમામ પ્રશ્નોના જવાબો નોંધી લીધા છે. તેમનું મેપિંગ પણ કરવામાં આવ્યું છે અને જ્યાં સ્વાતિ પર હુમલો થયો હતો તે ક્રાઈમ સ્પોટની ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ બિભવ કુમારના ઘરે પણ ગઈ હતી.
દિલ્હી પોલીસે સીએમ હાઉસમાંથી સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર એકત્રિત કર્યા છે
સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં 19 મેના રોજ દિલ્હી પોલીસ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. જ્યાં સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર એકત્ર કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે પોલીસને સીસીટીવી સાથે ચેડા થયાની શંકા છે. પોલીસને ગુનાના ક્રમના યોગ્ય ફૂટેજ મળ્યા નથી. નિષ્ણાતો તેની તપાસ કરશે.
સ્વાતિએ લખ્યું- ગઈકાલ સુધી તમે લેડી સિંઘમ હતા, આજે તમે ભાજપના એજન્ટ બની ગયા છો?
સોમવારે રાતે 9.49 વાગ્યે સ્વાતિ માલીવાલે X પર પોસ્ટ કરી. જેમાં લખ્યું હતું, ગઈકાલથી દિલ્હીનાં મંત્રી જુઠાણું ફેલાવી રહ્યા છે કે મારી ઉપર ભ્રષ્ટાચારની FIR થઈ છે, એટલે BJPના ઇશારે મેં આ બધું જ કર્યું. આ FIR 8 વર્ષ પહેલાં 2016માં થઈ ગઈ હતી. તે પછી મને CM અને LG બંનેએ બે વાર અને મહિલા આયોગની અધ્યક્ષ નિયુક્ત કરી. આ કેસ સંપૂર્ણપણે ખોટો છે જેના પર 1.5 વર્ષથી હાઈ કોર્ટે સ્ટે લગાવ્યો છે, જેમાં સ્વીકારવામાં આવ્યું છે કે તેમાં રૂપિયાની કોઈ લેવડ-દેવડ થઈ નથી.
સ્વાતિએ લખ્યું- જ્યાં સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું તેમના (AAP) અનુસાર લેડી સિંઘમ હતી અને આજે હું બીજેપીની એજન્ટ બની ગઈ છું. મારી સામે એક આખી ટ્રોલ સેના તૈનાત કરવામાં આવી હતી, કારણ કે મેં સાચું કહ્યું હતું. પાર્ટીમાં બધાને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે સ્વાતિનો કોઈ અંગત વીડિયો હોય તો તેને મોકલો, તે લીક કરવાનો છે.
માલીવાલે આગળ લખ્યું – મારા સંબંધીઓની ગાડીઓના નંબરથી તેમની ડીટેલ ટ્વિટ કરાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. કંઇ નહીં, જુઠાણું વધારે સમય સુધી ચાલતું નથી, પરંતુ સત્તાના નશામાં કોઈને નીચા દેખાડવાના નશામાં એવું ન થઈ જાય કે જ્યારે સત્ય સામે આવે ત્યારે તમે તમારા પરિવારની સામે પણ ન જોઈ શકો. તમારા (AAP) દરેક ફેલાવેલાં જુઠાણા માટે તમને કોર્ટ લઇને જઈશ.