12 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા આ દિવસોમાં ‘હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર’ સિરીઝના કારણે ખુબ જ ચર્ચામાં છે, રિચાના કહેવા પ્રમાણે તેમને આ સિરીઝના એક ગીત ‘માસૂમ દિલ હૈ મેરા’માં ડાન્સ સીક્વન્સ માટે 99 રિટેક લીધા હતા.
રિચાએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં આ વાત કહી હતી, ત્યારબાદ આ ગીતની ઘણી ક્લિપ્સ વાઇરલ થઈ હતી. હવે રિચાએ આ વાઇરલ ક્લિપ્સ વિશે કહ્યું છે કે આ ક્લિપ્સ ખોટી છે કારણ કે ગીતમાં તે ડાન્સ સિક્વન્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ઇન્સ્ટા સ્ટોરી પર આ વિશે સ્પષ્ટતા આપતા રિચાએ કહ્યું, ‘હું તમને બધાને કહેવા માગુ છું કે મેં જે શોટ માટે 99 ટેક લીધા હતા તે શોમાં જોવા મળ્યું નથી. તે સારો ટેક ન હતો. તે દિવસે મારો ખરાબ દિવસ હતો. સમજી જાઓ મિત્રો.
રિચાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી હતી
કપિલના શોમાં રિચાએ આ વાત કહી હતી
હાલમાં જ રિચા ‘હીરામંડી’ની સ્ટારકાસ્ટ સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચી હતી. શોના પ્રોમોમાં કપિલે તમામ એક્ટ્રેસોને પૂછ્યું હતું કે શું તેઓ ભણસાલી સાથે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નર્વસ હતા? તો મનીષા કોઈરાલાએ કહ્યું કે તે લગભગ દરેક શોટ પહેલાં નર્વસ હતી.
આ પછી રિચાએ બધાને પૂછ્યું કે ‘હીરામંડી’ના શૂટિંગ દરમિયાન તમે બધાએ કેટલા રિટેક આપ્યા?
તેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું, મેં ક્યારેય 12થી વધુ ટેક આપ્યા નથી. આ સવાલના જવાબમાં રિચાએ ખુલાસો કર્યો કે તેમણે એક સીન માટે 99 ટેક આપ્યા હતા.
સંજય લીલા ભણસાલીની આ સિરીઝમાં રિચા ચઢ્ઢા સાથે, મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, ફરદીન ખાન, ફરીદા જલાલ જેવા ઘણા એક્ટરો લીડ રોલમાં જોવા મળ્યા છે.
રિચાએ કહ્યું હતું કે તેમણે સિરીઝના એક સીન માટે 99 ટેક આપ્યા હતા
રિચા જુલાઈમાં બાળકને જન્મ આપશે
રિચાએ ફેબ્રુઆરીમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે સમાચાર છે કે તે જુલાઈમાં પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.
રિચાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ‘હીરામંડી’ પછી હવે તે ‘મિર્ઝાપુર 3’ અને ‘મેટ્રો ઇન દિન’માં જોવા મળશે.