નાગપુર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના નાગપુરના બજારગાંવ ગામમાં રવિવારે સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે બિલ્ડીંગમાં આગ લાગી હતી. 12 લોકો તેની ચપેટમાં આવ્યા. જેમાં 9નાં મોત અને ત્રણ ઘાયલ થયા હતા.
મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને ત્રણ પુરૂષો હતા. નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે જણાવ્યું કે, આ બ્લાસ્ટ કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે CBH 2 પ્લોટની ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ.
પોલીસના જણાવ્યા અનુસાર આ ફેક્ટરીમાં સેના માટે હથિયારો બનાવવામાં આવે છે. જેના કારણે વિશાળ માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. બ્લાસ્ટ બાદ આખી ફેક્ટરીમાં ઝેરી કેમિકલ ફેલાઈ ગયું હતું. જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.
અકસ્માતને લગતી બે તસવીરો…
દુર્ઘટના બાદ ફેક્ટરીની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. એક પોલીસમેન અંદર જઈ રહ્યો છે.
ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ માટે ફેક્ટરીની અંદર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી.
વિસ્ફોટકો પેક કરતી વખતે વિસ્ફોટ
આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે લગભગ 9 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટકો પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો અને ત્યાં હાજર ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઓગસ્ટમાં પણ આગ લાગી હતી
આ વર્ષે ઓગસ્ટમાં પણ આ કંપનીમાં આગ લાગી હતી. તે સમયે કચરાપેટીમાં વિસ્ફોટ થયો હતો જેમાં બેમાંથી એક કર્મચારીનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ ઘટનાને પાંચ મહિના પણ વીત્યા નથી કે આજે સવારે ફરી મોટો વિસ્ફોટ થયો.
આર્મી અને નેવી માટે હથિયારો બનાવવામાં આવે છે
ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ, સોલાર ગ્રુપ દ્વારા સંચાલિત, ડિફેન્સ ફોર્સ માટે દેશની સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદકોમાંની એક છે. હાલમાં ભારતીય સેના અને નૌકાદળ માટે અહીં વિવિધ શસ્ત્રો બનાવવામાં આવે છે. તેમજ આ કંપની દ્વારા ભારત બહાર ત્રીસથી વધુ દેશોમાં હથિયારોની નિકાસ કરવામાં આવે છે.