સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે કહ્યું હતું કે બોર્ડે ટીમ ઇન્ડિયાના હેડ કોચના પદ માટે કોઈપણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સાથે સંપર્ક કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ જસ્ટિન લેંગર અને પૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન રિકી પોન્ટિંગે આ દાવો કર્યો હતો કે BCCIએ તેમને ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ઓફર આપી છે. જોકે હવે જય શાહે આ પ્રકારના દાવાને ફગાવ્યા છે.
ANIના જણાવ્યા પ્રમાણે, જય શાહે એક નિવેદનમાં કહ્યું, મે કે BCCIએ કોઈપણ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને કોચ બનવાની ઓફર આપી નથી. વાઇરલ થઈ રહેલા સમાચાર ખોટા છે. જ્યારે અમે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ છીએ ત્યારે ટીમ ઇન્ડિયાના હેડ કોચનું પદ સૌથી મુખ્ય છે. દુનિયામાં સૌથી વધારે ફેન્સ ભારતીય ટીમના છે. આ કામમાં ખૂબ વધારે પ્રોફેશનલીઝમની જરૂરિયાત છે, કેમ કે તમે દુનિયાના સૌથી સારા ક્રિકેટર્સ સાથે કામ કરો છો.
તેમણે આગળ કહ્યું, અમે યોગ્ય રીતે અને પ્રતિભા પ્રમાણે ટીમ ઇન્ડિયા માટે કોચ પસંદ કરીશું. અમારું ધ્યાન એવી વ્યક્તિને પસંદ કરવાનું છે, જેને ભારતના ક્રિકેટરો વિશે ઊંડાણમાં જાણકારી હોય. તે ડોમેસ્ટિક ક્રિકેટ વિશે પણ જાણતો હોય, જેથી તે ટીમ ઇન્ડિયાને બીજા સ્તરે લઇ જઇ શકે.
પોન્ટિંગે કહ્યું- BCCI તરફથી હેડ કોચની ઓફર મળી
આ પહેલાં દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે ICC રિવ્યૂ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે BCCIએ તેમને ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પણ આના માટે તૈયાર નથી. જોકે તેમનો દીકરો ઇચ્છે છે કે તે આ જવાબદારી નિભાવે.
લેંગરે પણ કહ્યું હતું કે તેઓ આ પદ માટે તૈયાર હતા નહીં
લખનઉ સુપર જાયન્ટના કોચ લેંગરે પણ હાલમાં જ કહ્યું હતું કે તેઓ ભારતીય ટીમના કોચ બનવા માટે તૈયાર નથી. તેમણે BBC સ્ટંપ્ડ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન કહ્યું, મને ખ્યાલ છે કે આ એક મોટી ભૂમિકા છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે ચાર વર્ષ સુધી આ કામ કર્યા પછી આ થકવી દે એવું છે.
હું કેએલ રાહુલ સાથે વાત કરી રહ્યો હતો. તેણે મને કહ્યું હતું કે જો તમને લાગે છે કે IPL ટીમમાં દબાવ અને રાજનીતિ છે, તો એનાથી હજાર ગણી વધારે ભારતનું કોચિંગ છે. મને લાગે છે કે આ એક સારી સલાહ હતી.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે છે
બોર્ડે 13 એપ્રિલે મોડીરાત્રે ઉમેદવારો માટે જાહેરાત બહાર પાડી હતી. મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે સાંજે 6 વાગ્યા સુધી છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનો કાર્યકાળ ત્રણેય ફોર્મેટ માટે જુલાઈ 2024થી ડિસેમ્બર 2027 સુધીનો રહેશે.
દ્રવિડ નવેમ્બર 2021માં મુખ્ય કોચ બન્યા હતા
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ભારતના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે 2022 T-20 વર્લ્ડ કપમાં ફરીથી સેમિફાઇનલ રમી હતી. 2023માં ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવાને કારણે તેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો.