13 મિનિટ પેહલા
- કૉપી લિંક
1 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝના 15માં દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 13 કરોડ 15 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની કુલ કમાણી 797 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે તે સ્વાભાવિક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ફ્લાઈટ એટેન્ડન્ટ તેમના યુનિફોર્મ પર ‘એનિમલ’ ફિલ્મના કલાકારોના ઓટોગ્રાફ લેતી જોવા મળે છે.
ફ્લાઈટ એટેન્ડન્ટની ખુશીની કોઈ સીમા ન હતી
વીડિયોમાં ફિલ્મ ‘એનિમલ’ની કાસ્ટ પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતી જોવા મળે છે. તે ફ્લાઇટમાં યુનિફોર્મ પહેરેલ ફ્લાઇટ એટેન્ડન્ટ રણબીર કપૂર, બોબી દેઓલ અને પછી રશ્મિકાના ઓટોગ્રાફ લેતી જોવા મળે છે. તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાય છે. આ વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.
ફ્લાઇટ એટેન્ડન્ટ યુનિફોર્મ પર ફિલ્મ ‘એનિમલ’ના કલાકારોના ઓટોગ્રાફ લેતી હતી
બોબી દેઓલને જબરદસ્ત લોકપ્રિયતા મળી
રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મમાં બોબી દેઓલનો પણ ખૂબ જ સારો રોલ હતો. ફિલ્મમાં બોબીના ડાયલોગ્સ ન હોવા છતાં પણ તેમણે પોતાના અભિવ્યક્તિ અને એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. બોબી દેઓલ ઉર્ફે અબરારનું એન્ટ્રી સોંગ ‘જમલ કુડુ’ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. બોબીના લગ્ન દરમિયાન થયેલ ખૂનખરાબા તેનાથી 29 વર્ષ નાની અભિનેત્રી સાથેના વૈવાહિક રેપના સીન અને રણબીર કપૂર સાથેના અંતિમ લડાઈના સીનની પણ ફિલ્મમાં ખૂબ ચર્ચા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ચાહકોનો પ્રેમ જોઈને બોબી ઘણી જગ્યાએ ઈમોશનલ થતો જોવા મળ્યો હતો.
રણબીર કપૂર, બોબી દેઓલ અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા