નવી દિલ્હી25 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુટ્યુબર ધ્રુવ રાઠીએ 4 દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્વાતિ માલીવાલના હુમલાના કેસ અંગેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે રવિવારે 26 મેના રોજ યુટ્યુબર ધ્રુવ રાઠી પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ધ્રુવ રાઠીએ મારી વિરુદ્ધ વીડિયો પોસ્ટ કર્યો છે. આ પછી મને રેપ અને હત્યાની ધમકીઓ મળી રહી છે.
સ્વાતિ માલીવાલે કહ્યું- જ્યારથી મારી પાર્ટી AAPના નેતાઓ અને સ્વયંસેવકોએ મારી સામે લાગણીઓ ભડકાવવા અને મને શરમજનક સ્થિતિમાં મુકવા મારા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે, ત્યારથી મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આ મામલો ત્યારે વધ્યો, જ્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીએ મારી વિરૂદ્ધ એકતરફી વીડીયો પોસ્ટ કર્યો છે. તેમના જેવા લોકો પોતાને સ્વતંત્ર પત્રકાર હોવાનો દાવો કરે છે. જો કે, તેઓ AAP પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે.
કેજરીવાલના PA મારપીટ કેસના વીડિયો પર વિવાદ
ધ્રુવ રાઠીએ 4 દિવસ પહેલા કેજરીવાલના પીએમ બિભવ કુમાર અને સ્વાતિ માલીવાલ વચ્ચે મારપીટના મામલાને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના પર સ્વાતિ માલીવાલે કહ્યું છે કે યુટ્યુબરે મારો પક્ષ જાણ્યા વગર વીડિયો બનાવ્યો છે.
સ્વાતિએ પોતાની પોસ્ટમાં લખ્યું – જ્યાં સુધી પાર્ટીની વાત છે, તે સ્પષ્ટ છે કે તેઓ મારી ફરિયાદ પાછી ખેંચવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, મેં મારો પક્ષ જણાવવા માટે ધ્રુવનો સંપર્ક કરવાનો પુરો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારા કૉલ્સ અને મેસેજનો જવાબ આપ્યો નહીં.
સ્વાતિએ 5 તથ્યોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું- તે વીડિયોમાં નથી…
- ઘટના સ્વીકાર્યા બાદ પાર્ટીએ યુ-ટર્ન લીધો હતો.
- મેડિકલ રિપોર્ટ, જે હુમલાને કારણે થયેલી ઇજાઓની પુષ્ટિ કરે છે.
- વીડિયોના પસંદગીના ભાગો જાહેર કરવામાં આવ્યા હતા અને પછી આરોપી (બિભવ)નો ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હતો.
- ગુનાના સ્થળ (CM હાઉસ) પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શા માટે તેને ત્યાં જવા દેવામાં આવ્યો? પુરાવા સાથે ચેડા કરવા માટે?
- હંમેશા યોગ્ય મુદ્દાઓ માટે ઉભી રહેતી, સુરક્ષા વગર એકલી મણિપુર ગયેલી મહિલાને ભાજપે કેવી રીતે ખરીદી લીધી?
AAP સાંસદે કહ્યું- પાર્ટીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો
સ્વાતિએ કહ્યું- તેણે (ધ્રુવ રાઠી) મને એટલી હદે શરમમાં મૂકી દીધી છે કે હવે મને વધુ પડતા અપશબ્દો અને ધમકીઓ મળી રહી છે. આખી પાર્ટી અને તેના સમર્થકોએ જે રીતે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તે મહિલાઓના મુદ્દાઓ પરના તેમના વલણ વિશે સ્પષ્ટપણે દર્શાવે છે.
AAP સાંસદે કહ્યું- હું દિલ્હી પોલીસમાં બળાત્કાર અને હત્યાની ધમકીઓ સામે કેસ નોંધાવી રહી છું. મને આશા છે કે તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે. જો મને કંઈક થાય છે, તો બધા જાણે છે કે લોકોને કોણ ઉશ્કેરી રહ્યું છે.