6 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીપિકા પાદુકોણેને બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને 17 વર્ષ વીતી ગયા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની ફિલ્મી જર્ની વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે આટલા લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે પરંતુ તેણે ક્યારેય ઓડિશન આપવું પડ્યું નથી.
દીપિકાએ કહ્યું, ‘લગભગ દસ વર્ષ પહેલાં જ્યારે મેં હોલિવૂડમાં મારી સફર શરૂ કરી હતી, ત્યારે મારે ઓડિશન આપવા પડ્યા હતા જે મારા માટે એકદમ નવો અનુભવ હતો. મેં અગાઉ ઓડિશન આપ્યા નહોતા. હું કોઈ પ્રશિક્ષિત એક્ટ્રેસ નહોતી કે મેં કોઈ ફેન્સી એક્ટિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધી ન હતી. હું જે પણ શીખી છું તે કામ કરતી વખતે શીખી છું.
હોલીવુડ ફિલ્મ ‘XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’માં વિન ડીઝલ સાથે દીપિકા.
‘ઓમ શાંતિ ઓમ’ માટે ઓડિશન નથી આપ્યુંઃ દીપિકા
દીપિકાએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે તેની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ સાઈન કરી હતી, ત્યારે ડિરેક્ટર ફારાહ ખાને તેને કોઈ સ્ક્રીન ટેસ્ટ કે ઓડિશન નહોતો લીધો. દીપિકાએ કહ્યું કે ‘ઓમ શાંતિ ઓમ’ પછી પણ તેણે કોઈ હિન્દી ફિલ્મ માટે ઓડિશન આપવું પડ્યું નથી.
‘ઓમ શાંતિ ઓમ’ 2007માં રિલીઝ થઈ હતી જેમાં દીપિકા શાહરૂખ ખાનની સાથે જોવા મળી હતી આ પછી દીપિકાએ પાછું વળીને જોયું નથી અને ઘણી હિટ ફિલ્મો આપી હતી. 2017 માં, તેણે વિન ડીઝલની ફિલ્મ ‘XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ સાથે હોલીવુડમાં પ્રવેશ કર્યો.
‘ઓમ શાંતિ ઓમ’ના શૂટિંગ દરમિયાન દીપિકા, શાહરૂખ ખાન અને ફારાહ ખાન.
આ રીતે દીપિકાને મળ્યું ‘ઓમ શાંતિ ઓમ’
અગાઉ એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું હતું કે ‘ઓમ શાંતિ ઓમ’ મેળવવામાં નસીબ અને તકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું મોડલિંગ માટે મુંબઈ આવી હતી. અતુલ કસબેકર (ફોટોગ્રાફર) પ્રથમ વ્યક્તિ હતા જેમણે મારા માતા-પિતાને કહ્યું કે મારે મુંબઈ આવવું જોઈએ.
દીપિકાએ આગળ કહ્યું, ‘ફારાહ તે સમયે ‘ઓમ શાંતિ ઓમ’ બનાવી રહી હતી અને તેમને એક નવોદિતની જરૂર હતી. તે આ ફિલ્મમાં કોઈપણ સ્થાપિત અભિનેત્રીને કાસ્ટ કરી શકી હોત, પરંતુ તેણે નવોદિત અભિનેત્રીને પસંદ કરી. તેણે મારી બધી જાહેરાતો જોઈ અને નક્કી કર્યું કે હું આ રોલ માટે પરફેક્ટ છું. ત્યારે તે મને ઓળખતો પણ નહોતી. તેણે મને જાહેરાતોમાં જોઈ અને મને શાહરૂખની સામે કાસ્ટ કરવાનું જોખમ લીધું.