- Gujarati News
- Sports
- Meeting Rohit Sharma On The Field During The Match Made It Hard For The Fans, Two American Policemen Fell On The Fans, VIDEO
19 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2024 પહેલા શનિવારે (01 જૂન) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન એક ગજબની ઘટના જોવા મળી હતી. જ્યારે ભારતીય ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી. તે દરમિયાન એક ક્રિકેટ પ્રેમી રોહિત શર્માને મળવા મેદાનમાં ઘુસી આવ્યો હતો. આ દરમિયાન, તે મેદાનમાંથી બહાર નીકળે તે પહેલાં અમેરિકન પોલીસ ત્યાં આવી પહોંચી હતા. આ દરમિયાન પોલીસે ફેન્સને દબોચી લીધો હતો અને નિર્દયતાથી જમીન પર પછાડી દઈને હાથકડી પહેરાવીને ધરપકડ કરી હતી.
પોલીસ ફેન્સની ધોલાઈ કરી
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કરતી વખતે @GabbbarSingh નામના એક ફેન્સે લખ્યું છે કે, ‘રોહિત શર્માને ખબર પડી કે અમેરિકન પોલીસ તેના ફેન્સની ધોલાઈ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસની બર્બરતા જોઈને ફેન્સે મજાકિયા સ્વરમાં લખ્યું છે કે, ‘અરે, આટલો ન માર બે.’
અમેરિકન પોલીસના બે જવાનો ફેન્સ પર તુટી પડ્યા
જ્યારે પોલીસે ફેન્સની નિર્દયતાથી ધરપકડ કરી હતી. ત્યારબાદ રોહિત શર્મા તેનો બચાવ કરતા જોવા મળ્યો, પરંતુ રોહિતની દરમિયાનગીરી છતાં પોલીસે ફેન્સ સાથે ગેરવર્તન કર્યું અને તેને જમીન પર ધક્કો મારીને દબોચીને ધરપકડ કરી હતી. અમેરિકન પોલીસના બે જવાનો ફેન્સ પર તુટી પડ્યા હતા.
મેચ દરમિયાન એક ક્રિકેટ પ્રેમી રોહિત શર્માને મળવા મેદાનમાં ઘુસી આવ્યો હતો.
આ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ સામે ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરતી વખતે સારા ટચમાં દેખાયો, . પરંતુ લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો. તેણે વોર્મ-અપ મેચમાં કુલ 19 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તે 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવીને આઉટ થયો હતો.
આ મેચમાં પંત (53*) અને પંડ્યા (40*)ની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમ 5 વિકેટના નુકસાન પર 182 રન બનાવવામાં સફળ રહી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શકી હતી. આમ, આ મેચમાં બ્લુ ટીમ 60 રનના જંગી માર્જિનથી જીતવામાં સફળ રહી હતી.