2 કલાક પેહલા
- કૉપી લિંક
રિચા ચઢ્ઢાએ દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ઓયે લકી લકી ઓયે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેમણે અનુરાગ કશ્યપની ક્લાસિક ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પાર્ટ 1 અને 2 માં શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. હાલમાં જ રિચા સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં લજ્જોના રોલમાં જોવા મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં કામ કર્યા બાદ સ્ટીરિયોટાઈપ ઈમેજને તોડવામાં આવતા પડકારો વિશે વાત કરી હતી.
ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથેની વાતચીતમાં રિચાએ ખુલાસો કર્યો હતો કે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી સાચો લુક બતાવવા માટે એવોર્ડ ફંક્શનમાં તે ગ્લેમરસ કપડાં પહેરતી હતી. તે ઇચ્છતી હતી કે લોકો જાણે કે હું ખરેખર કેવી દેખાઉં છું. કારણ કે તે ઈચ્છતી ન હતી કે લોકો તેને ગામડાની એક આધેડ મહિલા તરીકે જુએ. તેમણે કહ્યું, ‘હું માત્ર એ જાણવા માગતી હતી કે મને આ રીતે જોઈને લોકો શું પ્રતિક્રિયા આપે છે.’
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ભણસાલી સાથે ગીત ગાઈશ
રિચાએ કહ્યું કે ‘આ એક ટ્રિક હતી જેના દ્વારા મેં તે સ્ટીરિયોટાઈપ ઈમેજ બદલી નાખી. દરેક વ્યક્તિને સ્ટીરિયોટાઇપ્સની સમસ્યા હોય છે, પરંતુ તમને હજી પણ એવા લોકો મળશે જેઓ સમજે છે કે તમે કોણ છો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારી કરિયરના દસ વર્ષ પછી ભણસાલી સાહેબ સાથે ગીત કરીશ.’
જોકે રિચાની સફળતાની જર્ની સહેજ પણ સરળ નહોતી. વાતચીત દરમિયાન તેમણે યાદ કર્યું કે, કેવી રીતે છેલ્લી ક્ષણે તેમના રોલને બદલવામાં આવ્યો હતો’. વધુમાં કહ્યું, ‘ઘણી વખત એવું બન્યું છે જ્યારે મને એવા રોલ ન મળ્યા જે હું કરવા માગતી હતી. કેટલીકવાર મને પાત્ર માટે શોર્ટલિસ્ટ પણ કરવામાં આવી હતી અને હું જાણતી હતી કે હું તે કામ માટે બેસ્ટ છું. પરંતુ હજુ પણ મને તે મળ્યું નથી. આવું ઘણી વખત બન્યું છે.
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, જ્યારે લોકો કહે છે કે તમે આ પાત્ર માટે યોગ્ય નથી ત્યારે તમે શું કરો છો? રિચાએ કહ્યું, ‘હું એવા લોકોમાંથી નથી કે જેઓ તેમની ઓફિસે જાય અને તેમને કહે કે કૃપા કરીને મને લઈ જાઓ. હું આ બધું નથી કરતી.’
રિચા જુલાઈમાં બાળકને જન્મ આપશે
રિચાએ ફેબ્રુઆરીમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે સમાચાર છે કે તે જુલાઈમાં પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. રિચાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ‘હીરામંડી’ પછી હવે તે ‘મિર્ઝાપુર 3’ અને ‘મેટ્રો ઇન દિન’માં જોવા મળશે.