નવી દિલ્હી32 મિનિટ પેહલા
- કૉપી લિંક
NDAની પ્રથમ બેઠક બુધવારે (5 જૂન) સાંજે 4 વાગ્યે PM નિવાસસ્થાને ખાતે મળી હતી.
લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યાના બીજા દિવસે બુધવારે (5 જૂન) NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટ્યા. પીએમ આવાસ પર મળેલી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને ગર્વ છે કે NDA મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું અને જીત્યું.’
બેઠકમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પાર્ટીઓના 21 નેતાઓ હાજર રહ્યા હતા. મોદીએ નાયડુ અને નીતિશ સાથે અલગ-અલગ બેઠકો પણ કરી હતી. એવું માનવામાં આવે છે કે બંનેએ ગઠબંધન ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી.
લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીને 240 સીટો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં, તે 14 સહયોગીઓના 53 સાંસદો સાથે ગઠબંધન સરકાર ચલાવશે.
જેમાં ચંદ્રાબાબુની TDP 16 બેઠક સાથે બીજા નંબર પર છે અને નીતિશની JDU 12 સીટો સાથે ત્રીજા નંબર પર છે. બંને પક્ષો ઈચ્છે છે કે સીટોમાં મુખ્ય ભાગીદાર હોવાને કારણે તેમને કેબિનેટમાં પણ અનુરૂપ હિસ્સો આપવામાં આવે.
રક્ષા, રેલવે અને કૃષિ જેવા મુખ્ય મંત્રાલયો પર મોટા સહયોગીઓની નજર
એનડીએની બેઠકમાં 14 પક્ષોના 21 નેતાઓ હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકારના 10 સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ મંત્રાલયોમાં ગૃહ, રક્ષા, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ, કૃષિ, માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન છે. એકમાત્ર બહુમતીના કારણે ભાજપે 2019 અને 2014માં તમામ મુખ્ય વિભાગો પોતાના હાથમાં રાખ્યા હતા.
અહેવાલ છે કે આ વખતે જેડીયુ રેલવે-કૃષિ મંત્રાલય સાથે મળીને બિહાર માટે વિશેષ પેકેજ પર નજર રાખી રહ્યું છે. તેમજ, TDP લોકસભા સ્પીકર, ત્રણ મોટા મંત્રાલયો અને વિશેષ દરજ્જો માંગે છે.
સૂત્રોએ જણાવ્યું કે, 7 જૂને મોદીને બીજેપી સંસદીય દળ-NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ પછી સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે.
લાઈવ અપડેટ્સ
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકા-બાંગ્લાદેશ સહિત 5 દેશોના નેતાઓ મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે.
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 8મી જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે.
જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બુધવારે PM મોદીને ચૂંટણી જીતવા પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. આ કોલ દરમિયાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, જે વિક્રમસિંઘે સ્વીકાર્યું હતું. બાંગ્લાદેશના પીએમ સાથે ફોન પર વાતચીત દરમિયાન મોદીએ તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે.
03:48 AM6 જૂન 2024
- કૉપી લિંક
ફડણવીસ આજે શાહને મળશે, ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી હતી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી જઈ રહ્યા છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે તેઓ અમિત શાહને મળવાના છે. ફડણવીસ બુધવારે (5 જૂન) રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારીને પદ છોડવાની રજુઆત કરી હતી.
ફડણવીસે કહ્યું, “મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં અમને જે પણ નુકસાન થયું છે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. તેથી, હું ટોચના નેતૃત્વને વિનંતી કરું છું કે મને મંત્રી પદ પરથી છુટો કરવામાં આવે. કારણ કે મારે પાર્ટી માટે કામ કરવાની અને રાજ્યની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં મારો સમય ફાળવવાની જરૂર છે.
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી માત્ર 9 સીટો જીતી હતી. ગઈ વખતે 2019માં પાર્ટીએ 23 સીટો જીતી હતી. જ્યારે, તેના સાથીદાર પક્ષ શિવસેના (શિંદે)ને 7 અને NCP (અજિત)ને 1 બેઠક મળી.
03:14 AM6 જૂન 2024
- કૉપી લિંક
16 મંત્રીઓ ચૂંટણી હારી ગયા, 35-40 નવા ચહેરા સામેલ થઈ શકે છે
NDAએ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. તે નિશ્ચિત છે કે તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. જો કે આ વખતે તેમનું કેબિનેટ સંપૂર્ણપણે નવું જોવા મળશે. તેમાં 40 નવા ચહેરા સામેલ થઈ શકે છે.
03:13 AM6 જૂન 2024
- કૉપી લિંક
મોદી 8 જૂને લઈ શકે છે શપથ, નવા મંત્રીમંડળના શપથની પણ શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સાંસદોની બેઠક યોજાશે. આ પછી મોદી સરકાર બનાવવાનો દાવો કરવા માટે સાંજે 5 થી 7 વચ્ચે રાષ્ટ્રપતિ પાસે જશે.
8મી જૂને મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ દરમિયાન તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.
પીએમ મોદીએ બુધવારે (5 જૂન) બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. કેબિનેટ ભંગ કરવાની પણ ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. તેમજ નવી સરકાર કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી હતી.
આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. મોદી હવે કાર્યકારી પીએમ રહેશે.
03:10 AM6 જૂન 2024
- કૉપી લિંક
TDPએ 6 અને JDUએ 3 મંત્રાલયો માંગ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર TDPએ 6 મંત્રાલયોની સાથે સ્પીકર પદની માંગણી કરી છે. તેમજય JDUએ 3, ચિરાગે2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો), માંઝીએએક, શિંદેએ 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો) મંત્રાલયોની માંગણી કરી છે. સાથે જ જયંતે કહ્યું છે કે ચૂંટણી પહેલા અમને મંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદ ઈચ્છે છે.
03:09 AM6 જૂન 2024
- કૉપી લિંક
ભાજપ માટે JDU-TDP સાથે તાલમેળ પડકાર, અનેક નિર્ણયો-સુધારાઓ અટકશે
ભાજપ પાસે બહુમતી નથી. ગઠબંધન સરકારમાં સાથી પક્ષો ભાજપના અગાઉના નિર્ણયો અને અનેક સુધારાઓને લાગુ કરવામાં અડચણ બની શકે છે.
ખરેખરમાં, ગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવતા જેડીયુ અને ટીડીપીના પોત-પાતોના હિત છે. ભૂતકાળમાં એન. ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંનેના ભાજપ સાથેના સંબંધો સારા-નરસા રહ્યા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં ભાજપે છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા મહત્ત્વના સુધારાના પગલાં અને પ્રોજેક્ટને અટકાવી દેવા પડશે.
03:06 AM6 જૂન 2024
- કૉપી લિંક
આ 6 મોટા મુદ્દા, જેના પર આગળ વધવું મુશ્કેલ બનશે
એક દેશ-એક ચૂંટણીઃ આના પર આગળ વધવું મુશ્કેલ બનશે. TDP તેની વિરુદ્ધ છે, જ્યારે જેડીયુ સમર્થનમાં છે. વિરોધ કરનાર વિપક્ષ પણ મજબૂત બન્યો છે.
સીમાંકન: ભાજપે 2029 સુધીમાં મહિલા અનામતનું વચન આપ્યું છે. આ માત્ર સીમાંકન પર લાગુ થશે. દક્ષિણમાં તેના પ્રભાવને કારણે TDP વિરોધમાં છે.
યુનિફોર્મ સિવિલ કોડઃ ભાજપ તેને દેશમાં લાગુ કરવા તૈયાર હતી. હવે પાર્ટી તેને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાંથી હટાવી શકે છે.
કાશી-મથુરાઃ રામ મંદિરનો લાભ ન મળવાને કારણે દાવો કરવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે.
ડિસઇન્વેસ્ટમેન્ટ: JDU જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની વિરુદ્ધ છે. ભાજપે આનાથી પીછેહઠ કરવી પડી શકે છે. પાર્ટી બિહારને વિશેષ દરજ્જાની માંગ પણ કરી રહી છે.
મુસ્લિમ અનામત: TDPએ આંધ્રને વિશેષ દરજ્જો ન આપવાના મુદ્દે 2018માં ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. હવે તે ફરીથી માંગનું પુનરાવર્તન કરી શકે છે. એટલું જ નહીં, આંધ્રમાં મુસ્લિમોને 4% અનામતના મુદ્દે બંને પક્ષોના અહંકાર ટકરાઈ શકે છે.