50 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોઇંગ અવકાશયાનમાં ત્રીજી વખત અવકાશ યાત્રા પર ગયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચતા જ ડાન્સ કરતી જોવા મળી હતી. અહીં તેણે અન્ય તમામ અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા.
સુનિતાનો ISS પહોંચવાનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્પેસ સ્ટેશન પહોંચે છે ત્યારે એક ઘંટ વાગતો સંભળાય છે. જોકે, આ ISSની પરંપરા છે કે જ્યારે પણ ત્યાં કોઈ નવું અંતરિક્ષ યાત્રી પહોંચે છે, તો અન્ય એસ્ટ્રોનોટ્સ ઘંટડી વગાડીને તેમનું સ્વાગત કરે છે.
સુનીત વિલિયમ્સે ISSના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો. “ISS મારા માટે બીજા ઘર જેવું છે,” સાથે જ તેમણે શાનદાર સ્વાગત માટે બધા જ એસ્ટ્રોનોટ્સને ધન્યવાદ પણ કહ્યું
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ISS પર સવાર અવકાશયાત્રીઓને ગળે ભેટ્યા.
એક સપ્તાહ સુધી અવકાશમાં રહેશે
નાની હિલીયમ લીક જેવી ટેકનિકલ ખામીઓને કારણે ડોકીંગમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો. ISS તરફ જતાં ક્રૂએ શ્રેણીબદ્ધ પરીક્ષણો પૂર્ણ કર્યા, જેમાં અવકાશમાં પ્રથમ વખત સ્ટારલાઇનરને મેન્યુઅલી ઉડાવવાનો સમાવેશ થાય છે. તેઓ લગભગ એક સપ્તાહ અવકાશમાં વિતાવશે અને વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. સ્ટારલાઇનરથી પૃથ્વી પર પાછા ફરતી વખતે, તેઓ સમુદ્રને બદલે જમીન પર ઉતરવાની યોજના ધરાવે છે.
સ્ટારલાઇનર અવકાશયાન લોન્ચ કર્યાના 26 કલાક પછી ISS પર પહોંચ્યું
ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું અવકાશયાન લોન્ચિંગના 26 કલાક પછી ગુરુવારે રાત્રે 11:03 વાગ્યે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. તે ગુરુવારે રાત્રે 9:45 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાં સમસ્યાને કારણે તે પ્રથમ પ્રયાસમાં ડોક કરી શક્યું નહીં. જો કે, બીજા પ્રયાસમાં અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે ડોકીંગ કરવામાં સફળ રહ્યું હતું.
બંને અવકાશયાત્રીઓ બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં અવકાશમાં જનારા પ્રથમ અવકાશયાત્રી બન્યા છે. બોઇંગનું સ્ટારલાઇનર મિશન બુધવાર, 5 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8:22 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ V રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
વિલ્મોર અને વિલિયમ્સ સ્ટારલાઇનર અવકાશયાન અને તેમની સબસિસ્ટમનું ટેસ્ટિંગ કરવા માટે લગભગ એક સપ્તાહ સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે. સુનિતાએ બોઇંગના સ્પેસક્રાફ્ટ એસયુવી-સ્ટારલાઇનરને ડિઝાઇન કરવામાં પણ મદદ કરી હતી. આ અવકાશયાન 7 ક્રૂ મેમ્બર્સને લઈ જઈ શકે છે. અવકાશયાનનું નિર્માણ થયા પછી સુનીતા વિલિયમ્સે તેનું નામ કેલિપ્સો રાખ્યું.
જો મિશન સફળ થશે તો નાસા પાસે પ્રથમ વખત 2 અવકાશયાન હશે
જો આ મિશન સફળ થશે તો ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકા પાસે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે બે અવકાશયાન હશે. હાલમાં, અમેરિકા પાસે માત્ર ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન છે. 2014માં નાસાએ સ્પેસએક્સ અને બોઇંગને સ્પેસક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. SpaceX તેને 4 વર્ષ પહેલા જ બનાવી ચૂક્યું છે.
સ્ટારલાઇનની પૃથ્વીથી સ્પેસ સ્ટેશન અને પૃથ્વી પર પાછા જવાની યાત્રાને 9 પોઇન્ટ્સમાં જાણો
- એટલાસ V રોકેટ લોન્ચ થશે. 15 મિનિટ પછી તે સ્ટારલાઈનર અવકાશયાન રિલીઝ કરશે. અવકાશયાનનું એન્જિન ફાયર થશે અને તે સ્પેસ સ્ટેશનની લગભગ 24 કલાકની સફર માટે ભ્રમણકક્ષામાં લોન્ચ થઈ જશે.
- સ્ટારલાઈનર હાર્મની મોડ્યુલના ફોરવર્ડ પોર્ટ પર ડોક કરશે. તેના સ્ટે દરમિયાન, ક્રૂ સ્ટારલાઇનરની અંદર જશે, હેચ બંધ કરશે અને દર્શાવશે કે ભાવિ કાટમાળ સાથે અથડામણની રિસ્ક જેવી સ્થિતિમાં અવકાશયાન “સુરક્ષિત આશ્રયસ્થાન” તરીકે કામ કરી શકે છે.
- વિલ્મોર અને વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરતા પહેલાં લગભગ એક અઠવાડિયા સુધી એક્સપેડિશન 71 ક્રૂ સાથે રહેશે અને કામ કરશે. અનડૉકિંગ કર્યા પછી, સ્ટારલાઇનરના મેન્યુઅલ પાયલોટિંગનું મૂલ્યાંકન કરવામાં આવશે. ક્રૂ અનડૉકિંગથી લઈને લેન્ડિંગ સુધી લગભગ છ કલાક પસાર કરશે.
- પૃથ્વીના વાતાવરણમાં રીએન્ટ્રી દરમિયાન, અવકાશયાન 28,000 કિમી/કલાકની ઝડપે ધીમું થવાનું શરૂ કરશે. આ સમય દરમિયાન ક્રૂ 3.5 ગ્રામ સુધીનો ભાર અનુભવી શકે છે. રીએન્ટ્રી પછી, પેરાશૂટ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે અવકાશયાનની ફોરવર્ડ હીટ શિલ્ડ દૂર કરવામાં આવશે.
- બે ડ્રેગ અને ત્રણ મુખ્ય પેરાશૂટ સ્ટારલાઇનરને વધુ ધીમું કરશે. બેઝ હીટ શીલ્ડ ડ્યુઅલ એરબેગ સિસ્ટમને ખુલ્લું પાડશે. 6 પ્રાયમરી એરબેગ્સ કેપ્સ્યુલના આધાર પર ડિપ્લોય થશે. આ લેન્ડિંગ દરમિયાન કુશનની જેમ કામ કરશે.
- લેન્ડિંગ દરમિયાન અવકાશયાનની ગતિ લગભગ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સંભવિત ઉતરાણ સ્થળોમાં એરિઝોનાનું વિલ્કોક્સ અને યુટાનું ડગવે પ્રોવિંગ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ ઇમર્જન્સી લેન્ડિંગ સાઇટ તરીકે ઉપલબ્ધ છે.
- ટચડાઉન પછી, ક્રૂ પેરાશૂટ તૈનાત કરશે, અવકાશયાન પાવર બંધ કરશે અને સેટેલાઇટ ફોન કોલ દ્વારા મિશન કંટ્રોલ લેન્ડિંગ અને રિકવરી ટીમોનો સંપર્ક કરશે. રિકવરી ટીમ સ્ટારલાઇનરની આસપાસ એક ટેન્ટ ગોઠવશે અને અવકાશયાનમાં ઠંડી હવા પંપ કરશે.
- સ્ટારલાઇનરની હેચ ખૂલશે અને લેન્ડિંગના એક કલાક કરતાં પણ ઓછા સમયમાં, બે અવકાશયાત્રીઓ આરોગ્ય તપાસ માટે મેડિકલ વાહનમાં સવાર થશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરમાં નાસાના વિમાન સુધી પહોંચશે. આ પ્લેન તેમને હ્યુસ્ટનના એલિંગ્ટન ફિલ્ડમાં લઈ જશે.
- ઉતરાણ અને સફળ રિકવરી પછી, નાસા અવકાશયાનને સ્પેસ સ્ટેશન પરના મિશન માટે ઓપરેશનલ ક્રૂ સિસ્ટમ તરીકે સર્ટિફાઈ કરવાનું કાર્ય પૂર્ણ કરશે. સર્ટિફિકેશન પછી, મિશન 2025 માં શરૂ થવાની અપેક્ષા છે.