50 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
આપણે બધાએ આપણે જીવનમાં આ કહેવત તો આ જરૂર સાંભળી જ હશે, ‘જેવું અન્ન તેવું મન’ એટલે કે, આપણે જે પણ વસ્તુઓ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર અને મન ઉપર પડે છે.
છેલ્લા બે દાયકામાં આપણી ખાવાની આદતોમાં ઘણો ફેરફાર આવ્યો છે. આજે ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ફૂડ અને જંક ફૂડનું ચલણ ખુબ જ વધી ગયું છે. તો બીજી તરફ રેફ્રિજરેટર્સનો ઉપયોગ ઘણા દિવસો સુધી ખોરાકને સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. ફળો, શાકભાજી અને પાકની ઉપજ વધારવા ખાતર અને દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે હેલ્ધી અને સેફ ફૂડની પસંદગી કરવી સૌથી મોટો પડકાર બની ગયો છે.
આજે કામના સમાચારમાં આપણે ફૂડ સેફટીમનું મહત્ત્વ અને જરૂરિયાત વિશે વાત કરીશું.
તમે એ પણ શીખી શકશો કે-
- દૂષિત ખોરાકને કારણે વિશ્વમાં કેટલા લોકો બીમાર પડી રહ્યા છે?
- દૂષિત ખોરાકથી કયા પ્રકારના રોગો થઈ શકે છે?
- ખોરાક ખરાબ ન થાય તે માટે શું કરવું?
નિષ્ણાત: ડૉ. કૌશિકી ગુપ્તા, ડાયેટિશિયન, મેટ્રો હોસ્પિટલ (ફરીદાબાદ)
પ્રશ્ન- ફૂડ સેફટી આપણા માટે કેમ જરૂરી છે?
જવાબ- ખોરાક એ આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જીવતું અને સ્વસ્થ રહેવા સૌથી પહેલી વસ્તુ ખોરાક છે. આ સવાલ આપણા બધાના શારીરિક અને માનસિક વિકાસ સાથે જોડાયેલો છે. જ્યારે ખોરાક સારો હશે ત્યારે જ તે આપણને પોષણ આપશે અને રોગોથી મુક્ત રાખશે.
ફૂડ સેફટી શા માટે જરૂરી છે તે સમજવા માટે, નીચે આપેલા ગ્રાફિકમાં આ WHO તથ્યો અને આંકડાઓ જોઈએ
પ્રશ્ન: ખોરાક કેવી રીતે દૂષિત બને છે?
જવાબ: અનાજ, કે શાકભાજી કે ફ્રૂટ ઉગાડવામાં કે ખોરાક બનાવવા તેમજ સ્ટોર કરવાની તેને રાંધવાની, તેને વપરાશ માટે તૈયાર કરવાની અને પછી તેને પેકેટના રૂપમાં તૈયાર કરવાની પ્રક્રિયામાં ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે.
કોઈપણ ખાદ્ય પદાર્થની શેલ્ફ લાઇફ બહુ લાંબી હોતી નથી. તમે ફળો, શાકભાજી અથવા રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી રાખી શકતા નથી. જો તેને યોગ્ય રીતે સુરક્ષિત ન કરવામાં આવે તો તે બગડી જાય છે. ખોરાકના બગાડનો અર્થ એ છે કે તેમાં બેક્ટેરિયા, વાઇરસ અને પરોપજીવીઓ વધે છે.
આ સિવાય પણ ખોરાક દૂષિત થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે તેમના ઉત્પાદન દરમિયાન ઝેરી રસાયણો અને દવાઓનો ઉપયોગ અથવા તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે પેકેજિંગ દરમિયાન પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ.
આ સિવાય ખોરાકમાં બેક્ટેરિયા કે વાઇરસ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે-
- રસોઈ કરતા પહેલાં હાથ ન ધોવા
- ચોપીંગ બોર્ડ, રાંધવાના વાસણો યોગ્ય રીતે સાફ ન થતા
- કેટલાક કલાકો સુધી ખોરાક ખુલ્લો રાખવો
- રસોડામાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખવું
- ચેપી રોગ ધરાવતી વ્યક્તિ દ્વારા ખોરાક બનાવવો.
પ્રશ્ન- દૂષિત ખોરાક ખાવાથી કયા પ્રકારના રોગો થઈ શકે છે?
જવાબ- દૂષિત ખોરાકથી અનેક રોગો અને ઇન્ફેક્શનનું જોખમ ઊભું કરે છે. તમે ઉપરના ગ્રાફિકમાં જોયું તેમ, વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, દૂષિત ખોરાક 200 પ્રકારના ઇન્ફેક્શન અને રોગોનું કારણ બની શકે છે.
આવો જાણીએ આ રોગો વિશે….
પ્રશ્ન- દૂષિત ખોરાકથી થતા રોગોનું જોખમ કોને વધારે છે?
જવાબ- જો કે બેક્ટેરિયા અથવા કીટાણુઓથી થતા રોગો કોઈ પણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અથવા કોઈપણ રોગથી પીડિત લોકો વધુ જોખમમાં છે. તેનું કારણ એ છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ સૌથી નબળી છે.
પ્રશ્ન- દૂષિત ખોરાકથી થતા રોગોથી આપણે કેવી રીતે બચી શકીએ?
જવાબ: દૂષિત ખોરાકથી થતા રોગોથી બચવા માટે સ્વચ્છતા સૌથી જરૂરી છે. જો તમે માર્કેટમાં સ્ટ્રીટ ફૂડ, ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાતા હો તો હંમેશા ચેક કરો કે રસોઈ બનાવવાની જગ્યાએ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. ઉપરાંત, તમને પીરસવામાં આવતો ખોરાક તાજો છે કે નહીં કારણ કે ગંદા અને વાસી ખોરાકમાં બેક્ટેરિયા અને કીટાણુઓ પેદા થવાનું જોખમ અનેક ગણું વધારે છે.
આ સિવાય માંસ, મરઘા, ઈંડા, માછલી અને કાચા ફળો અને શાકભાજી ખરીદતી વખતે પણ ખાસ કાળજી લેવી જોઈએ.
નીચેના ગ્રાફિકમાં વિગતો જુઓ-
પ્રશ્ન- ફૂડ સેફટી અંગે ક્યાં લેવલે પ્રયત્નોની જરૂર છે?
જવાબ- દેશના તમામ નાગરિકોને સુરક્ષિત ભોજન પૂરું પાડવાની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. સરકારથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેકની જવાબદારીપૂર્ણ ભાગીદારી જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ માટે પાંચ જરૂરી સ્ટેપ લેવાની ભલામણ કરે છે. નીચે ગ્રાફિક જુઓ-
આવો જાણીએ આપણે આપણી રીતે ઘરે ખોરાકની સલામતી સુનિશ્ચિત કરવા માટે આપણે બીજું શું કરવું જોઈએ.
પ્રશ્ન: રેફ્રિજરેટરમાં રાખેલો ખોરાક કેટલો સમય સુરક્ષિત રહે છે?
જવાબ- દરેક ખોરાકની પોતાની શેલ્ફ લાઇફ હોય છે. દાળ, રોટલી કે ભાત જેવી વસ્તુઓને ફ્રીજમાં ઢાંકીને ન રાખવામાં આવે તો પણ તેમાં બેક્ટેરિયા વધી શકે છે. આ રીતે ખાવાથી ફૂડ પોઈઝનિંગ અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
- રેફ્રિજરેટરમાં રાખેલા રાંધેલા ભાત બે દિવસમાં ખાઈ લેવા જોઈએ. આના કરતાં જૂના ભાત ખાવાથી અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- રોટલીમાં ફંગલ દૂષણનું જોખમ રહેલું છે. તેથી, રેફ્રિજરેટરમાં રાખેલી રોટલી 7-8 કલાકની અંદર ખાવી વધુ સારું છે.
- એક દિવસથી વધુ સમય સુધી રેફ્રિજરેટરમાં રાખેલા કઠોળ ન ખાવા જોઈએ. તેનાથી પેટમાં દુખાવો, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પ્રશ્ન- ફળો અને શાકભાજી ક્યારે ધોવા જોઈએ?
જવાબ- ફળો અને શાકભાજીમાં ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, ફળો અને શાકભાજીને કાપતા, ખાતા અથવા રાંધતા પહેલાં તેને કેટલાક તબક્કામાં ધોવા જરૂરી છે.
સૌથી પહેલાં તો માર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા પછી તેને ધોયા વગર રેફ્રિજરેટરમાં ન રાખો. પરંતુ આનો અર્થ એ નથી કે હવે તમે તેને સીધા જ ફ્રિજમાંથી બહાર કાઢી શકો છો, તેને કાપી શકો છો અને તેને રાંધી શકો છો.
તે પછી પણ, શાકભાજીને રાંધતા પહેલાં અથવા ફળો ખાતા પહેલાં તેને ફરી એકવાર સારી રીતે ધોઈ લેવું જરૂરી છે કારણ કે તેને રેફ્રિજરેટરમાં રાખ્યા પછી પણ તેમાં જીવાણુઓ વધી શકે છે.
પ્રશ્ન- ફળ અને શાકભાજી ધોતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- સૌથી પહેલાં એવા ફળો અને શાકભાજી ખરીદો જે તાજા હોય. તેમાં કોઈપણ પ્રકારની સ્ક્રેચ કે ફૂગ ન હોવી જોઈએ. આ પછી આ વાતોનું ધ્યાન રાખો. જેમ કે-
- રસોડામાં કંઈપણ તૈયાર કરતા પહેલાં ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી તમારા હાથને પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો.
- ફળો અને શાકભાજીને સાફ કરવા માટે માત્ર સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો.
- જો તમે સફરજન અથવા બટેટા જેવી કોઈ નક્કર વસ્તુ ધોઈ રહ્યા હો તો, તો બ્રિસ્ટલ બ્રશ લો અને વહેતા પાણીની નીચે હળવા હાથે સ્ક્રબ કરો. તેનાથી ગંદકી યોગ્ય રીતે દૂર થશે.
- પાંદડાવાળા શાકભાજીને ઘણા તબક્કામાં પાણીથી ધોવા જોઈએ.
- નાજુક ફળો અને શાકભાજી જેવા કે બેરી, મશરૂમ્સને નળના પાણીની નીચે મૂકો અને તેને હળવા હાથે સાફ કરો.