4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને નાના પુત્ર અબરામે સોમવારે રાત્રે બોલિવૂડ સેલેબ્સ અને નજીકના મિત્રો માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ગૌરીએ બાંદ્રા સ્થિત પોતાની રેસ્ટોરન્ટ ટોરીમાં આયોજીત કરી હતી. અભિનેતા ચંકી પાંડે, તેની પત્ની ભાવના પાંડે, અભિનેત્રી શનાયા કપૂર, તેની માતા મહિપ કપૂર અને સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.
ડિનર પાર્ટીમાં, ગૌરી સ્ટાઇલિશ બેજ બ્લેઝરમાં જોવા મળી હતી, જે તેણે બ્લેક બ્રેલેટ ટોપ પહેર્યું હતું. દીકરો અબરામ પણ તેની સાથે હતો.
ચંકી પાંડે આ મોડી રાતની પાર્ટીમાં પત્ની ભાવના પાંડે સાથે પહોંચ્યો હતો.
શનાયા માતા મહિપ સાથે પાર્ટીમાં પહોંચી હતી. અભિનેત્રી બ્લેક એન્ડ વ્હાઇટ ટુ-પીસમાં જોવા મળી હતી.
સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ તેના પુત્ર સાથે રેસ્ટોરન્ટમાં પહોંચી હતી.
સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી અભિનેત્રી કિમ શર્મા સાથે જોવા મળ્યા.
પલક ઈબ્રાહિમના ઘરે જોવા મળી હતી
બીજી તરફ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી મોડી રાત્રે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનના ઘરે જોવા મળી હતી. બંને અલગ-અલગ કારમાંથી બહાર આવ્યા.
પલક ઈબ્રાહીમના ઘરેથી બહાર આવી રહી છે.
એવી અફવા છે કે પલક અને ઇબ્રાહિમ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.