સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેનું સોમવારે અમેરિકામાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ રવિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ મેચ જોવા માટે MCAના અન્ય બે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.
તેમની સાથે MCA સેક્રેટરી અજિંક્ય નાયક અને એપેક્સ કાઉન્સિલના સભ્ય સૂરજ સામત પણ હતા.
અમોલ કાલે ઓક્ટોબર 2022માં MCAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
2022માં MCAના પ્રમુખ ચૂંટાયા હતા
અમોલ કાલે ઓક્ટોબર 2022માં MCAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. MCA પ્રમુખની ચૂંટણીમાં તેમણે 1993ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય સંદીપ પાટીલને હરાવ્યા હતા.
મુંબઈના સિનિયર ખેલાડીઓની મેચ ફી બમણી કરાવવામાં મહત્વની ભૂમિકા
કાલેએ મુંબઈ માટે રણજી અને અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમતા ડોમેસ્ટિક ખેલાડીઓની મેચ ફી બમણી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના નજીકના હતા
કાલે નાગપુરના રહેવાસી છે. તેઓ એક બિઝનેસ મેન છે. હાલમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધો હતા. કાલે રમતપ્રેમી હતા. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ હોવા ઉપરાંત, તેઓ ટેનિસ-બોલ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના કો-પ્રમોટર પણ હતા.
તિરુપતિ બાલાજી દેવસ્થાન ટ્રસ્ટના સભ્ય પણ હતા
અમોલ કાલે આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી દેવસ્થાન ટ્રસ્ટના સતત ત્રણ વર્ષ સુધી સભ્ય પણ હતા. તેમણે નવી મુંબઈના ઉલ્વેમાં ભગવાન શ્રી વેંકટેશ્વર મંદિર માટે જમીન શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.