અમદાવાદ,સોમવાર,18 ડીસેમ્બર,2023
આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ
અગાઉ અમદાવાદ મ્યુનિ.ભાજપના કોર્પોરેટરોનો બે દિવસનો કલાસ શરુ કરાયો છે.પહેલા
દિવસે આગામી ચૂંટણીમાં ભાજપને વોર્ડકક્ષાએ વધુ મત મળે એ માટે લોકો વચ્ચે સક્રીય
રહી સરકારની વિવિધ યોજનાનો પ્રચાર કરશે.
અમદાવાદના ૪૮ વોર્ડમાં ભાજપના ૧૬૦ કોર્પોરેટર ચૂંટાઈને
કોર્પોરેટર બન્યા છે.અઢી વર્ષની ટર્મ પુરી થયા બાદ નારણપુરા વોર્ડમાં આવેલી
જી.સી.એસ.બેન્કના હોલમાં કોર્પોરેટરોની બે દિવસની તાલિમશાળા સોમવારથી શરુ કરવામાં
આવી હતી.રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યશાળાનો આરંભ કરાવવામાં
આવ્યો હતો.આગામી લોકસભા ચૂંટણી અગાઉ સરકારની કઈ-કઈ યોજનાઓ સાથે લોકો વચ્ચે જવુ એ
બાબતને લઈ કોર્પોરેટરોને અલગ અલગ સેશનમાં માર્ગદર્શન આપવામાં આવશે.સોશિયલ મિડીયાનો
બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા અંગે આવનારા સમયમાં કોર્પોરેટરોને સુચના આપવામાં
આવશે.મ્યુનિ.ભાજપના ૧૬૦ કોર્પોરેટર પૈકી એક હાલ વિદેશમાં હોવાથી, એક ઈજાગ્રસ્ત
થવાથી તથા બે કોર્પોરેટરના ઘરે સામાજીક પ્રસંગ હોવાથી તેઓ હાજર તાલિમશાળામાં હાજર
રહયા નહોતા.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલબોર્ડ અને એ.એમ.ટી.એસ.ના ભાજપના
સભ્યો પણ હાજર હતા.