જલંધર7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોળી વાગતાં બંને બહેનો ઢળી પડી હતી. અમેરિકન પોલીસ આરોપીની ધરપકડ કરી હતી.
અમેરિકાના ન્યુજર્સીના વેસ્ટ કાર્ટેરેટમાં રૂઝવેલ્ટ એવન્યુમાં એક પંજાબી યુવકે પિતરાઈ બહેનોને ગોળી મારી હતી. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ યુવતીને એરલિફ્ટ કરીને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બંને બહેનો જલંધરના નૂરમહલની રહેવાસી છે જ્યારે હુમલાખોર નાકોદરના હુસૈનપુર ગામનો રહેવાસી છે. ઘટના બાદ અમેરિકન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 6 કલાક બાદ પોલીસે આરોપી હુમલાખોર ગૌરવ ગિલની ધરપકડ કરી હતી.
તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બુધવારે સવારે બની હતી પરંતુ જલંધરમાં પરિવારજનોને શુક્રવારે તેની જાણકારી મળી હતી.
અમેરિકન પોલીસ આવતા જ આરોપી હુમલાખોરોએ હાથ ઊંચા કરી દીધા હતા.
આરોપી ઘાયલ યુવતીને ઓળખતો હતો
અમેરિકન પોલીસની તપાસ મુજબ આરોપી ગૌરવ ગિલ અને 20 વર્ષની યુવતી એકબીજાને ઓળખતા હતા. બંનેએ સાથે મળીને TOEFL (લેંગ્વેજ એલિજિબિલિટી ટેસ્ટ)નો અભ્યાસ કર્યો હતો. આ પછી ગૌરવ સ્ટડી વિઝા પર અમેરિકા ગયો હતો.
ઇજાગ્રસ્ત યુવતીને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બહેનો ઘટના સ્થળથી થોડે દૂર રહેતી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, જસવીર કૌર (29) અને તેની પિતરાઈ બહેન હુમલાની જગ્યાથી થોડે દૂર રહેતી હતી. એક અમેરિકન વેબસાઈટ સાથે વાત કરતા પાડોશી જોશ લેનોફે જણાવ્યું કે તે બંને ડ્રાઈવ-વે પર જ પડી હતી. તે હલનચલન કરતી નહોતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટના બાદ અમેરિકન પોલીસ આરોપીને પકડવા પહોંચી હતી.
મૃત્યુ પામનાર યુવતી પરિણીત મહિલા
પોલીસ તપાસ મુજબ નૂરમહાલની જસવીર કૌર પરિણીત હતી. તેનો પતિ ટ્રક ચલાવે છે. ઘટના બની ત્યારે તે શહેરની બહાર ગયો હતો. જસવીર પોતે પણ જોબ કરતી હતી. તે 6 દિવસ ડ્યુટી કરતી હતી.
હુમલાખોર ઘટના બાદ ઘરમાં છુપાઈ ગયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ભાગીને એક ઘરમાં છુપાઈ ગયો હતો. આ વાતની જાણ થતાં જ પોલીસ ફોર્સે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ પછી તેણે હાથ ઊંચા કરીને આત્મસમર્પણ કર્યું. તેની પાસેથી હત્યામાં વપરાયેલી રિવોલ્વર પણ મળી આવી છે. તેને મિડલસેક્સ કાઉન્ટી કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં ઘટના બાદ આરોપી ગૌરવ ગિલ ફરાર જોવા મળ્યો હતો.
મસ્કતમાં આરોપીના પિતા
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગૌરવ ગિલ 19 વર્ષનો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તે 10 મહિના પહેલા સ્ટડી વિઝા પર અમેરિકા આવ્યો હતો. તેના પિતા મસ્કતમાં રહે છે. તેનો એક નાનો ભાઈ નકોદરમાં રહે છે. તે અભ્યાસમાં સારો હતો અને તેનું નામ ક્યારેય કોઈ મારામારીમાં આવ્યું ન હતું.
હુમલાનું કારણ બહાર આવ્યું નથી
આ સમગ્ર મામલે હજુ સુધી હુમલાનું કારણ બહાર આવ્યું નથી. અમેરિકન પોલીસ ગૌરવ ગિલની પૂછપરછ કરી રહી છે કે તેણે તેના પિતરાઈ બહેનોને શા માટે ગોળી મારી હતી. જો તેની સાથે ભણતી યુવતી સાથે તેને ઝઘડો થયો હતો તો તેણે તેની બીજી બહેન પર ગોળીબાર કેમ કર્યો આ સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી. સમગ્ર વિવાદ જાણવા માટે પંજાબમાં તેના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.