સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ICC T-20 વર્લ્ડ કપ 2024ની 37મી મેચ બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે રમાશે. મેચ કિંગસ્ટાઉનના અર્નોસ વેલ ગ્રાઉન્ડ ખાતે સવારે 5 વાગ્યે શરૂ થશે. મેચનો ટૉસ સવારે 4:30 કલાકે થશે.
બાંગ્લાદેશ અને નેપાળ બીજી વખત T20 ઈન્ટરનેશનલમાં સામસામે ટકરાશે. આ પહેલાં બંને 2014ના T-20 વર્લ્ડ કપમાં જ સામસામે આવ્યા હતા. ત્યારે બાંગ્લાદેશે નેપાળને 8 વિકેટે હરાવ્યું હતું.
મેચનું મહત્વ
2 મેચ જીત્યા બાદ બાંગ્લાદેશના 4 પોઈન્ટ છે. છેલ્લી મેચમાં નેપાળને હરાવીને ટીમ સુપર-8માં પહોંચી જશે, જો તે હારશે તો ટીમને છેલ્લી મેચમાં નેધરલેન્ડ્સની પણ હાર માટે પ્રાર્થના કરવી પડશે. તો નેપાળની ટીમ 2 મેચ હારીને સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
બાંગ્લાદેશ તરફથી શાકિબે સૌથી વધુ રન બનાવ્યા અને સૌથી વધુ વિકેટ લીધી
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન T-20 ઈન્ટરનેશનલમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 125 મેચમાં 2515 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તે ટોપ પર છે. તેણે 125 મેચમાં 146 વિકેટ લીધી છે.
દીપેન્દ્ર સિંહ એરી નેપાળનો ટોપ સ્કોરર, લામીછાને ટોપ વિકેટ લેનાર બોલર
નેપાળ માટે દીપેન્દ્ર સિંહ એરીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 66 મેચમાં 1633 રન બનાવ્યા છે. બોલિંગમાં સંદીપ લામીછાને સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 52 મેચમાં 98 વિકેટ લીધી છે.
ટૉસનું મહત્ત્વ
આર્નોસ વેલ ગ્રાઉન્ડની પિચ બેટર્સ અને બોલરો બંને માટે મદદરૂપ સાબિત થાય છે. અહીં સ્પિનરોને થોડી વધુ મદદ મળે છે. અહીં અત્યાર સુધી માત્ર 4 T-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન અહેવાલ
કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટમાં 17 જૂને હવામાન ઘણું સારું રહેશે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને થોડો સૂર્યપ્રકાશ રહેશે. વરસાદ 65% છે. મેચના દિવસે અહીંનું તાપમાન 26 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન, ઝાકર અલી, લિટન દાસ (વિકેટકીપર), તૌહીદ હ્રદોય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, તન્ઝીમ હસન શાકિબ અને મુસ્તફિઝુર રહેમાન.
નેપાળ: રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટકીપર), અનિલ શાહ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરે, સોમપાલ કામી, ગુલશન ઝા, કરણ કેસી, સંદીપ લામીછાને અને અવિનાશ બોહરા.