ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ તા. 16 જૂન 2024ના રોજ પ્રયોશા રેસીડેન્સી સત્મ્ વીલા રેસીડેન્સી દેવધ રોડ ગોડાદરા ખાતે વૃક્ષઉછેર અભિયાન અંતર્ગત અનેક વૃક્ષોને કટીંગ કરી ટેકા લગાવવામાં આવ્યા હતા. તો શહેરના માટે વરાછા વિસ્તારમાં ટ્રસ્ટની બીજી ટીમ દ્
.
આ સાથે જ ટ્રસ્ટની ત્રીજી ટીમમાં 70થી 80 ઉંમરના વૃદ્ધોએ વેલજા ગામ ખાતે વૃક્ષારોપણનું કાર્ય હાથ ધર્યું હતું. તો બીજી તરફ શેખપુર ગામે સરપંચ પરેશભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ પટેલ અને કીશોરભાઈ તથા અન્ય નગરજનો સાથે પર્યાવરણલક્ષી કાર્યમાં જોડાયા હતા. આ સિવાય ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષના 365 દિવસ જલ સેવા કાર્યરત છે એ પણ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે પુષ્પાબેન દેવચંદભાઈ ખોખરે રૂ. 11111 (અગિયાર હજાર એક સો અગિયાર) ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટને દાનમાં આપ્યા છે.