આવતીકાલે ઈદ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયા હતા. બોટાદ ટાઉન પોલીસ દ્વારા શહેરના લોકો શાંતિપૂર્ણ અને ભાઈચારાથી તહેવારોની ઉજવણી કરી શકે તેની તકેદારીન
.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાં પી.આઈ ખરાડી તેમજ પીએસઆઈ, પોલીસ જવાનો, બોડી કેમેરા સજ્જ પોલીસ જવાનો, મહિલા પોલીસ, જીઆરડી જવાનો, ટીઆરબી જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયાં હતાં. બોટાદ શહેરના ટાવર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, દિનદયાળ ચોક, શાક માર્કેટ, સાળગપુર રોડ સહિતનાં શહેરના મુખ્ય માર્ગો પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/30c20ea2-7252-45fe-8f04-c9aaa62598af_1718548839095.jpg)
આવતીકાલે ઈદનો તહેવાર છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે બોટાદ ટાઉન પોલીસ દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાયું છે. તેમ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાં પી.આઈ ખરાડીએ જણાવ્યું હતું.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/eb3fef7a-3e88-4969-9afd-3b68aa1ccdbe_1718548839098.jpg)