આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગા ટીચર્સ દ્વારા 16 જૂન, રવિવારના રોજ આવનારી પેઢીને યોગ પ્રત્યે જાગૃત કરવા સ્લમ વિસ્તારના 100થી વધુ બાળકો માટે પોડ પર યોગા અભ્યાસ તથા માઈન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
આ સાથે સ્કૂલો ખુલી રહી છે એને ધ્યાનમાં રાખતા યોગા ટીચર્સ દક્ષા દુધાત, મીના પંચાલ, સ્વીટી માલાણી, નીપા પ્રજાપતિ, રેણુ મિશ્રા, અંજના પટેલ, રિદ્ધિ જોશી, શર્મિલા કલાલ તથા ઉર્વીજા પટેલે દરેક બાળકને લંચબોક્સ ગિફ્ટ કર્યા હતા. યોગ દિન પૂર્વે સૌ કોઈ અવનવી રીતે જન જનમાં યોગ જાગૃતિ લાવી રહ્યું છે એવામાં યોગી બહેનોનું આ કાર્ય પ્રશંસનીય છે.