15 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
સ્ટાર ટોક્સમાં આપનું સ્વાગત છે. આજથી અમે તમને દર અઠવાડિયે કેટલાક સેલેબ્સનાં ઘરે લઈ જઈશું. આ તમને નજીકથી બતાવશે કે સેલેબ્સનું જીવન કેવું હોય છે, તેમનાં ઘર કેવાં હોય છે. પ્રસ્તુત છે સ્ટાર ટોક્સનો પ્રથમ હપતો.
શું તમને 2013માં આવેલી ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ યાદ છે?
એ સિરિયલની 3 વર્ષની માસૂમ રૂહી એટલે કે રૂહાનિકા ધવન. બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને રૂહાનિકાના કામને એટલું પસંદ કરવામાં આવ્યું કે ટીવી સિરિયલોની સાથે તેને સલમાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. 2023માં 15 વર્ષની થયેલી રૂહાનિકા માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે.
રૂહીએ આ વર્ષે તેની કમાણીથી ઘર ખરીદ્યું છે. 15 વર્ષની ઉંમરે લગભગ 2.5 કરોડનું ઘર. મુંબઈના લોખંડવાલામાં આવેલો આ 1 BHK ભવ્ય ફ્લેટ છે, જેનું ફર્નિચરનું કામ હજુ પણ ચાલુ છે. આ વિસ્તારની ખાસ વાત એ છે કે જાન્હવી કપૂર, કરિશ્મા કપૂર, સોનાલી બેન્દ્રે, સોનુ સૂદ, સારા અલી ખાન જેવાં ઘણાં સેલેબ્સ અહીં રહે છે.
અમારી ટીમ રૂહીના જૂના ઘરમાં પહોંચે છે, જ્યાં તે તેમનાં માતા-પિતા સાથે રહે છે. આ દિવસોમાં રૂહાનિકા મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહે છે. રૂહાનિકાના પિતા સુમનકુમાર વ્યવસાયે બિઝનેસમેન છે, જ્યારે તેની માતા ડોલી ધવન ગૃહિણી છે.
અત્યારે રૂહી એક્ટિંગ કરતાં તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપી રહી છે. એવું નથી કે તેને હવે કોઈ ઑફર્સ નથી મળતી. ઑફર્સ છે, પરંતુ રૂહી અભ્યાસ માટે પૂરો સમય ફાળવવા માગે છે. તે કહે છે કે ભલે તેમણે નવું ઘર ખરીદ્યું હોય, પરંતુ તેમણે જ્યાં તેમનું બાળપણ વિતાવ્યું એ ઘર તેમના માટે ખૂબ જ ખાસ છે. આ ઘરને ક્યારેય છોડવા માગશે નહીં. અમે જે ઘર ખરીદ્યું છે એના માટે મારી માતાએ બચત કરી હતી. બબલી રૂહીએ પણ અમને તેનું ઘર બતાવ્યું, કારકિર્દી અને અભ્યાસ જેવા મુદ્દાઓ પર ખૂલીને વાત કરી હતી.
મારું ઘર મારું જિમ છે અને આ મારો કથક ક્લાસ પણ છે
રૂહી કહે છે, હું મારા જૂના ઘરમાં ખૂબ જ હળવાશ અનુભવું છું. એ એટલું મોટું છે કે હું અહીં મારી એક્સર્સાઇઝ અને ડાન્સ પ્રેક્ટિસ કરું છું. મારું ઘર પણ મારું જિમ છે અને આ મારો કથક ક્લાસ પણ છે. એટલી મોટી જગ્યા છે કે બધું આરામથી થાય છે. હું મારા અંગત રૂમમાં ખૂબ જ હળવાશ અનુભવું છું. હું મારો મોટા ભાગનો સમય ત્યાં વિતાવું છું.
એ સિવાય હોલ પણ મારી પ્રિય જગ્યા છે. બાય ધ વે, મને ઘરના આ બંને ખૂણા બહુ ગમે છે. આ ઘરની અંદર મારો ડોગ ‘લસ્સી’ માટે એક નાનું ઘર પણ બનાવવામાં આવ્યું છે, જે મારા માટે ખૂબ જ ખાસ છે. ઘરના પ્રવેશદ્વાર પર મારી માતા સાથે મારી બાળપણની તસવીર છે. ઘરમાં કોઈ આવે ત્યારે તેની પહેલી નજર એ ફોટા પર જાય છે. ટૂંક સમયમાં હું એ ફોટો રિક્રીએટ કરીશ.
છેલ્લાં કેટલાંક વર્ષોથી હું મારી જાત પર ઘણું ફોકસ કરું છું
સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ સમાપ્ત થયાંને 4 વર્ષ થઈ ગયાં છે. હું મારા પાત્ર રૂહીને ખૂબ મિસ કરું છું, સેટ પર જવું, કેમેરાનો સામનો કરવો, આ બધી પળોને હું મિસ કરું છું. જોકે જો હું છેલ્લાં ચાર વર્ષની જર્ની વિશે વાત કરું તો એ ચોક્કસપણે ખૂબ જ સુંદર અને સંતોષકારક પ્રવાસ રહ્યો છે. મેં મારી જાતમાં ઘણા બદલાવ લાવ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું મારી જાત પર ખાસ કરીને સેલ્ફ-ડેવલપમેન્ટ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હવે હું જીવનમાં શું કરવા માગું છું એ અંગે હું ખૂબ જ સ્પષ્ટ છું.
જો મને કોઈ સારો વેબ શો મળશે તો હું ચોક્કસ કરીશ
‘યે હૈ મોહબ્બતેં’ પૂરી થયા પછી મને ટીવીની ઘણી ઑફર્સ મળી રહી હતી, પરંતુ મારા અભ્યાસને ધ્યાનમાં રાખીને મેં એ પ્રોજેક્ટ્સ માટે હા ન પાડી. ટીવી માટે ઘણો સમય ફાળવવો પડે છે, જેના માટે હું અત્યારે તૈયાર નથી. જોકે જો કોઈ વેબ શો અથવા ફિલ્મ હશે તો હું ચોક્કસપણે એના વિશે વિચારીશ. અત્યારે અભ્યાસ મારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
વેલ, આગળ જતાં મારું ધ્યાન માત્ર અભિનય પર રહેશે. જોકે હું મારો અભ્યાસ અધવચ્ચે છોડીશ નહીં. મને બિઝનેસનો વિષય ખૂબ જ રસપ્રદ લાગે છે અને જો હું એક્ટિંગમાં આગળ નહીં વધી શકું તો હું બિઝનેસ મેનેજમેન્ટ કરીશ અને એ ક્ષેત્રમાં કંઈક સારું કરીશ.
ઘરે ડાન્સ ક્લાસ શરૂ કર્યા
મને કથક બહુ ગમે છે. મારી માતા અને હું મારો કથક કોર્સ પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ. મારા ગુરુની મદદથી હું મારા ઘરે આ કોર્સ પૂરો કરી રહી છું. અઠવાડિયામાં બે દિવસ મારા ડાન્સ ગુરુ મારા ઘરે કથક શીખવવા આવે છે. શરૂઆતમાં હું નૃત્ય વિશે ખૂબ જ નર્વસ હતી, પરંતુ જ્યારે હું કથકમાં જોડાઈ ત્યારે મને લાગ્યું કે ડરવાને બદલે મને એમાં વધુ ખુશી મળી રહી છે. હવે હું ખૂબ સારી રીતે શીખી ગઈ છું.
નવું ઘર ખરીદવું એ મારા માટે મોટી સફળતા છે
રૂહી કહે છે, મને ખૂબ ગર્વ છે, મારું આ સપનું માત્ર મમ્મી-પપ્પાને કારણે જ પૂરું થયું. તેઓ હંમેશાં મારી સપોર્ટ સિસ્ટમ રહ્યાં છે. હું તે ફેન્સની પણ આભારી છું, જેમણે મને રૂહીથી આટલો લોકપ્રિય બનાવ્યો. શો પૂરો થયાને આટલાં વર્ષો થવા છતાં પણ મને તેમનો પ્રેમ અને સમર્થન મળે છે.
આ મારા માટે મોટી સફળતા છે. હું અને મારાં માતા-પિતા મને મળેલા તમામ પ્લેટફોર્મ તથા તકો માટે આભારી છીએ અને તેમના આભારી છીએ કે હું મારું સ્વપ્ન પૂર્ણ કરી શકી છું.
મમ્મીએ પૈસાનું સેવિંગ કર્યું હતું
તેણે જણાવ્યું હતું કે તેણે આ ઘર તેની માતાની મદદથી ખરીદ્યું છે. તેની માતાએ જ તેની કમાણી બચાવી અને એને બમણી કરી છે. તે પોતાને મોટા પડદા પર જોવાનું સપનું જુએ છે અને એને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
હું મારી પેઢીથી ઘણી અલગ છું
લોકો કહે છે કે હું મારી પેઢીથી ઘણી અલગ છું અને આવી પ્રશંસા મારા માટે ગર્વની ક્ષણ છે. મને મારાં માતા-પિતાને ગર્વ કરાવવાનું ગમે છે. મારું આ સપનું માત્ર એક જ ઝાટકે પૂરું ન થયું, એની પાછળ ઘણાં વર્ષોની મહેનત લાગી. મારાં માતા-પિતાએ ઘણું બચાવ્યું. હું એટલું જ કહીશ કે બીજાં બાળકોનું દબાણ ન લેવું જોઈએ. તમારામાં વિશ્વાસ રાખો અને તમારા જુસ્સાને અનુસરતા રહો.
હું 3 વર્ષથી જિમ્નેસ્ટિક્સ પણ કરું છું
ડાન્સ અને અભ્યાસ ઉપરાંત હું છેલ્લાં 3 વર્ષથી જિમ્નેસ્ટિક્સ પણ કરું છું. હવે તમે વિચારતા હશો કે હું એકસાથે આટલી બધી વસ્તુઓ કેવી રીતે મેનેજ કરું? ખરેખર, મેં મારું પોતાનું કેલેન્ડર બનાવ્યું છે, જેમાં હું મારું સંપૂર્ણ શિડ્યૂલ બનાવું છું અને એનું પાલન કરું છું.
આ બધાની વચ્ચે તે પોતાના મિત્રો અને પરિવારને સમય આપવાનું ભૂલતી નથી. હું જે કરું છું એ બધું આયોજન અને વ્યવસ્થિત રહે છે, જેથી હું તણાવ વિના આગળ વધી શકું.
ઇન્સ્ટાગ્રામ પર 21 લાખ ફોલોઅર્સ, યુટ્યૂબ પર 1.27 લાખ સબ્સ્ક્રાઇબર્સ
15 વર્ષની ઉંમરે ઈન્સ્ટાગ્રામ પર 21 લાખ ફોલોઅર્સ છે. તે પોતાની યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે, જેના 1,27,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે નિયમિતપણે જીવનશૈલીના વીડિયો, બ્લોગ અને બ્રાન્ડ પ્રમોશન પોસ્ટ કરે છે.
સોશિયલ મીડિયાના દબાણ અંગે રૂહાનિકા કહે છે, ‘શરૂઆતમાં મને પણ આ પ્લેટફોર્મ પરથી દબાણ લાગતું હતું, ખાસ કરીને જ્યારે લોકો નકારાત્મક ટિપ્પણીઓ કરતા હતા, પરંતુ સમય જતાં મને સમજાયું કે અમે જાહેર વ્યક્તિઓ છીએ, એ સ્વીકારવું પડશે. હવે હું કમેન્ટ પણ વાંચતી નથી, હું મારી જાતને હકારાત્મક રાખું છું.
‘ડાર્લિંગ’ જોયા બાદ આલિયા ભટ્ટના અભિનયના દિવાના થઈ ગઈ
વેલ, એમાં કોઈ શંકા નથી કે હવે હું મારી જાતને મોટા પડદા પર જોવા માગું છું. મારે એક હોરર ફિલ્મ કરવી છે. હું માર્શલ આર્ટ શીખી રહી છું, તેથી હું એક્શન આધારિત પ્રોજેક્ટ કરવા માગું છું. હું એવું કામ કરવા માગું છું, જે મહિલા સશક્તીકરણની આસપાસ ફરે છે. હું મારા કામથી છોકરીઓને પ્રોત્સાહિત કરવા માગું છું.
મને આલિયા ભટ્ટ ખૂબ ગમે છે. તેની ફિલ્મ ‘ડાર્લિંગ’ જોયા બાદ હું તેમની એક્ટિંગની દિવાની થઈ ગઈ. છેલ્લા કેટલાક સમયથી હું ઘણા થિયેટર કલાકારોની ફિલ્મો જોઈ રહી છું. મને તેમનું પ્રદર્શન ખૂબ જ સુંદર લાગે છે, હું ભવિષ્યમાં તેમની જેમ કામ કરવા માગું છું.
હું મૃણાલ ઠાકુરને મારી પ્રેરણા માનું છું.
મને મૃણાલ ઠાકુર પણ ગમે છે. મેં તેની સાથે ઈન્ડોનેશિયામાં કામ કર્યું. તેની સૌથી ખાસ વાત એ છે કે તે એક સેલ્ફ મેડ એક્ટ્રેસ છે. બોલિવૂડમાં કોઈ ન હોવા છતાં તેણે જે રીતે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું એ ખૂબ જ પ્રેરક છે. હું તેને મારી પ્રેરણા માનું છું.
3 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી
રૂહાનિકાએ જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેણે 2012માં ટીવી શો ‘મિસિસ કૌશિક કી પાંચ બહુ’થી અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ તેણે ‘યે હૈ મોહબ્બતેં’માં રૂહી ભલ્લાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.
આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રૂહાનિકાએ આ સિરિયલ માટે મોસ્ટ પોપ્યુલર ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ જીત્યો હતો.
શો સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું
રૂહાનિકા ધવને માત્ર ટીવી જ નહીં, પરંતુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે સલમાન ખાનની ‘જય હો’ અને સની દેઓલની ‘ઘાયલ વન્સ અગેન’માં પણ કામ કર્યું હતું.