34 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને કારણે ચર્ચામાં રહે છે. એક રિપોર્ટ અનુસાર બંને 23 જૂને લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના ફેમસ લોકો અને કેટલાક રાજકારણીઓ હાજરી આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષીએ લગ્નના તમામ ફંક્શન પ્રાઇવેટ રાખ્યા છે.
આ દરમિયાન સોનાક્ષીનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેની દિલથી ઈચ્છા છે કે તે વિદેશમાં દરિયા કિનારે લગ્ન કરે. તેમણે પરિવાર અને મિત્રોની હાજરીમાં દરિયા કિનારે ડ્રીમ વેડિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, હાલના અપડેટ્સ જોતા એવું લાગે છે કે સોનાક્ષી તેના ડ્રીમ પ્લાનને અનુસરી રહી નથી.
2013માં ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું હતું કે, મને ધૂમધામવાળા ભારતીય લગ્ન ગમે છે. પણ હું સાદાઈથી લગ્ન કરવા ઈચ્છું છું. જો કે, અંતિમ નિર્ણય માતા-પિતા દ્વારા જ લેવામાં આવશે.
હું પરિવાર અને મિત્રોની હાજરીમાં બીચ પર લગ્ન કરવા માગુ છું. મને ડેસ્ટિનેશન વેડિંગનો કન્સેપ્ટ ગમે છે. જ્યાં લગ્નમાં કોઈ અનિચ્છનીય મહેમાનો ન હોય, ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હોય. આવા લગ્ન માલદીવ અથવા બાલીમાં થઈ શકે છે.
સોનાક્ષીએ એમ પણ કહ્યું હતું કે લગ્નને કારણે તેના કામ પર કોઈ અસર નહીં પડે. પહેલાં તે તેના તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરશે, ત્યારબાદ જ તે લગ્નની તૈયારી શરૂ કરશે.
ઝહીર-સોનાક્ષી ઘણા સમયથી લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા
રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઘણા સમયથી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. બંને લોકસભાની ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન ચૂંટણીમાં ખૂબ જ વ્યસ્ત હતા.
સોનાક્ષી અને ઝહીર ટૂંક સમયમાં ફિલ્મ ‘તુ હૈ મેરી કિરણ’માં સાથે જોવા મળશે. ફિલ્મનું શુટિંગ હજુ પૂર્ણ થયું નથી
સોનાક્ષી-ઝહીર 7 વર્ષથી રિલેશનશિપમાં
સોનાક્ષી અને ઝહીર ઈકબાલ 7 વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. થોડા સમયની મિત્રતા પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.