13 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ શર્મિન સહગલ સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં આલમઝેબના રોલમાં જોવા મળી રહી છે, તો હાલમાં જ માહિતી મળી રહી છે કે, શર્મિન સહગલને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો .હાલમાં જ એકઇન્ટરવ્યૂમાં આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસે કહ્યું હું માત્ર એટલું જ જાણું છું કે મેં આલમઝેબના રોલ માટે તનતોડ મહેનત કરી છે. બાકી પ્રેક્ષકોને ગમે કે ના ગમે. પણ મને લાગે છે કે મારી સામે નફરત ખૂબ વધી ગઈ છે. જો કે, મારી પાસે મારી સપોર્ટ સિસ્ટમ છે, જે હંમેશા મારી સાથે રહે છે. તેથી મને કોઈ બાબતથી બહુ ફેર નહીં પડતો.
મીના કુમારી પર આપવામાં આવેલા નિવેદન અંગે શર્મિનને કહ્યું હતું કે લોકોએ તેમની વાતને ખોટી રીતે લીધી છે. તેમણે ક્યારેય પોતાની સરખામણી મીના કુમારી સાથે કરી નથી. મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં એવું બિલકુલ નથી કહ્યું કે તેમની એક્ટિંગમાં ફિટ બેસું છું.
શર્મિને એક જૂના ઇન્ટરવ્યૂમાં આ વાત કહી
‘હીરામંડી’ સિરીઝની રિલીઝ પછી શર્મિન સેહગલે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને રોલની તૈયારી માટે મીના કુમારીની ફિલ્મ ‘પાકીઝા’ 16થી 17 વખત જોઈ હતી. આ સાથે જ આલમઝેબના રોલ માટે મીના કુમારી પાસેથી પ્રેરણા લીધી છે.
સંજીદા શેખ પર કમેન્ટ કરવા અંગે આપી સ્પષ્ટતા
સંજીદા શેખ પર બહારની વ્યક્તિની કમેન્ટ અંગે શર્મિને કહ્યું- હું આ ફરી કહીશ કે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તમે માત્ર 10 સેકન્ડની ક્લિપ જોઈને સંજીદા અને અદિતિ વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવી શકતા નથી.
શર્મિને સંજીદાને બહારની વ્યક્તિ કહી હતી
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજીદા શેખને પૂછવામાં આવ્યું કે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? સંજીદાએ કહ્યું કે તેઓ પરફેક્શનિસ્ટ છે. તેઓ ખૂબ જ ક્રિએટિવ છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈ પણ સીન સામાન્ય લાગે. તેઓ જે પણ કરે છે તે બેસ્ટ જ કરે છે ઓછું નથી. તેજસ્વી સર્જનાત્મક મન, કળા માટે તીક્ષ્ણ હિમાયત અને પ્રામાણિકતા માટે સમગ્ર વિશ્વમાં તેમનું સન્માન થાય છે.
આ પર શર્મિને સંજીદાને અટકાવીને કહ્યું કે ભણસાલીનું વર્ણન કરવા માટે પરફેક્શનિસ્ટ એ ખૂબ જ મૂળભૂત શબ્દ છે. આ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ફક્ત બહારના વ્યક્તિ જ કરી શકે છે, જેમણે ક્યારેય તેમની સાથે કામ કર્યું નથી કે સેટ પર તેનું ડિરેક્શન જોયું નથી. મને લાગે છે કે તેનું કામ તેમના કરતાં ઘણું વધારે છે. શર્મિનનું નિવેદન નેટિઝન્સને પસંદ આવ્યું નથી. તેમને એક્ટ્રેસનું આ વલણ યોગ્ય ન લાગ્યું. યુઝર્સનો દાવો છે કે શર્મિને સંજીદાને અટકાવી અને તેને ‘આઉટસાઇડર’ કહી.