8 કલાક પેહલા
- કૉપી લિંક
ફેન રેણુકાસ્વામી મર્ડર કેસમાં સંડોવાયેલા કન્નડ એક્ટર દર્શન થૂગુદીપાની સાથે જોડાયેલી વધુ એક ઘટના સામે આવી છે. આ કેસ એક્ટરના 39 વર્ષીય મેનેજર શ્રીધર સાથે સંબંધિત છે, જેમણે આ વર્ષે એપ્રિલમાં દર્શનના ફાર્મહાઉસમાં આત્મહત્યા કરી હતી.
પ્રથમ તસવીર દર્શનની છે. બીજી તસવીર તેમના મેનેજર શ્રીધરની છે
વીડિયોમાં ડિપ્રેશન સામે લડવાનો ઉલ્લેખ છે
પોલીસને શ્રીધરનો વીડિયો મળ્યો છે. આત્મહત્યા પહેલાં બનાવેલા આ વીડિયોમાં શ્રીધરે ડિપ્રેશન સામે લડવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે તેમણે અધિકારીઓને વિનંતી કરી હતી કે આ કેસ સંબંધિત કોઈપણ તપાસમાં તેના પરિવારને સામેલ ન કરો.
પોલીસે બંને કેસમાં કનેક્શનની તપાસ હાથ ધરી છે
હવે સ્થાનિક પોલીસ આ મામલે ફરી તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું શ્રીધરની આત્મહત્યા અને દર્શન પર ચાલી રહેલા રેણુકાસ્વામી હત્યા કેસ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ.
દર્શન થૂગુદીપા પોલીસ કસ્ટડીમાં
શ્રીધર દર્શનના ફાર્મહાઉસનું કામ કરતો
શ્રીધર દર્શનના ફાર્મહાઉસનું કામ જોતો હતો. તેમણે પોતાની સુસાઈડ નોટમાં સહી અને અંગૂઠાની છાપ પણ મૂકી હતી અને આ પગલું ભરવા પાછળનું કારણ એકલતા ગણાવ્યું હતું. મૃત્યુ પહેલાં તેણે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.
ભૂતપૂર્વ મેનેજર મલ્લિકાર્જુન સાથે દર્શન
દર્શનનો વધુ એક મેનેજર 8 વર્ષથી ગુમ
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. એટલે કે દર્શનનો બીજો મેનેજર મલ્લિકાર્જુન 2016થી ગુમ છે.
આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…