મૃતકની ફાઈલ તસવીર.
સુરતમાં ભટાર વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. છઠ્ઠા માળેથી આ મહિલા નીચે પટકાતા માથું ફાટી ગયું હતું. ગંભીર હાલતમાં મહિલાને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલ આ મામલે
.
ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા
મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે વિકાસ પેરિવાલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા. મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી એ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ત્યારે વિકાસ પણ એન્જિનિયર છે અને પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
મહિલા નીચે પટકાતા લોકો દોડી આવ્યા
વિકાસની પુણ્ય સ્થિત કંપનીમાં નોકરીની ઓફર આવતા છેલ્લા ત્રણ મહિનાથી તે પુણે ખાતે રહીને નોકરી કરી રહ્યો છે. ગતરોજ સાંજે 7:30 વાગ્યે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. દરમિયાન મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. મધુલિકા નીચે પડી તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ઘરી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મધુલિકાના પતિને પણ જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું છે.
પરિવાર શોકમાં ગરકાવ.