19 કલાક પેહલા
- કૉપી લિંક
‘અરમાન ક્યારેય ત્રીજા લગ્ન નહી કરી શકે, તે ફરીથી તેની ભૂલનું પુનરાવર્તન નહીં કરે. જિંદગીભર અરમાનની માત્ર બે જ પત્ની રહેશે.’- આવું કહેવું છે યુટ્યુબર અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકનું. હકીકતમાં , છેલ્લા કેટલાક મહિનાઓથી એવી ચર્ચા હતી કે અરમાન ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે, કૃતિકાએ આ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
હાલમાં જ અરમાને તેની બે પત્ની – પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે સ્પર્ધક તરીકે ‘બિગ બોસ OTT 3’ માં એન્ટ્રી કરી છે. શોમાં જતા પહેલાં કૃતિકાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં કૃતિકાએ જણાવ્યું કે તેણે તેની બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કર્યા છે. આ કારણે શોની અંદર તેમના કેરેક્ટર પર આંગળીઓ ઉઠાવવામાં આવી શકે છે. તે આ પરિસ્થિતિ માટે તૈયાર છે. વાતચીતના કેટલાક મુખ્ય અંશો વાંચો:
મુલાકાતના 7 દિવસ બાદ જ કરી લીધા હતા લગ્ન
‘પાયલ સાથે મારી મિત્રતા વર્ષ 2016માં થઈ હતી. થોડા વર્ષો પછી તેમને મને તેના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું. અરમાન સાથે મારી પહેલી મુલાકાત એ જ પાર્ટીમાં થઈ હતી. અમારી પહેલી મુલાકાત થઈ અને અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. જાણે પ્રથમ નજરે જ પ્રેમ. અમે એકબીજાને આ રીતે મળવાનું નક્કી કર્યું હતું. અમે મળ્યાના 6-7 દિવસમાં લગ્ન કરી લીધા.’
‘મેં મારા લગ્ન વિશે મારા પરિવારને જણાવ્યું ન હતું. અમે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે મહિના પછી અમે એક ભવ્ય પાર્ટી રાખી હતી. જે બાદ મારા પરિવારને મારા લગ્નની ખબર પડી. જોકે, ત્યારે પણ મેં તેમની સાથે ખોટું બોલ્યું હતું. મેં તેમને કહ્યું ન હતું કે અરમાન પહેલેથી જ પરિણીત છે. દેખીતી રીતે કયા માતાપિતા ઈચ્છતા હશે કે તેમની પુત્રી પરિણીત પુરુષ સાથે લગ્ન કરે.’
‘આમ પણ એક દિવસ તો સત્ય સામે આવવાનું જ હતું. જ્યારે માતા-પિતાને સત્ય ખબર પડી તો તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. માતા-પિતાએ મારી સાથે એક વર્ષ સુધી વાત કરી ન હતી. જો કે, હવે અમારી વચ્ચે બધું બરાબર છે. અમે અમારા તમામ બાળકોને તેમની સાથે છોડી દીધા છે. અરમાને મારી માતાને યુટ્યુબ વીડિયો બનાવવાનું શીખવ્યું છે. હવે તે ઘરે બેસીને વીડિયો બનાવશે અને પૈસા કમાશે.’
બિગબોસ હાઉસની અંદર લોકો મારા આ કૃત્યને કારણે મારી મજાક ઉડાવશે
હું જાણું છું કે ‘બિગ બોસ’ના ઘરની અંદર જો કોઈ મારા પાત્ર પર સવાલ ઉઠાવે છે તો બદલામાં મારે તેમને શું કહેવું છે. જો કોઈ મને ખોટું કહેશે તો હું તેને જડબાતોબ જવાબ આપીશ. શો દરમિયાન હું મિત્ર અને દુશ્મન બંને બનાવીશ. આ બહુ મોટું પ્લેટફોર્મ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને મારું પ્રતિનિધિત્વ કરવા માટે આ પ્લેટફોર્મ મળ્યું છે. હું શો દરમિયાન મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.
‘અમે ત્રણેય એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ’
લોકો વારંવાર મારા અને પાયલના સંબંધ પર સવાલ ઉઠાવે છે. તેઓ વિચારે છે કે અમે એકબીજા સાથે ખુશ હોવાનો ડોળ કરીએ છીએ. આમાં કોઈ સત્ય નથી. હા, ક્યારેક નાના ઝઘડા થાય છે. બે બહેનો વચ્ચે પણ આવા ઝઘડા થાય છે. કપલ વચ્ચે ઝઘડા પણ થાય છે. અમે શોમાં બહેનોની જેમ જીવીશું. હું પાયલને સપોર્ટ કરીશ અને તે મને સપોર્ટ કરશે. અંતે, અમે ત્રણેય એકબીજા સાથે ઊભા રહેવા માગીએ છીએ. અમે ત્રણેય એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ.
‘આખી જિંદગી અરમાનને 2 જ પત્ની રહેશે’
અરમાન એક ફેમસ પર્સનાલિટી છે. તે જ્યારે તેની બહેન સાથે વીડિયો બનાવે છે ત્યારે પણ લોકોને લાગે છે કે તેના ત્રીજા લગ્ન થવાના છે. હું માનું છું કે તેમણે ભૂલ કરી છે. પરંતુ તે આવી ભૂલ વારંવાર નહીં કરે. અરમાનને જીવનભર બે જ પત્નીઓ હશે – પાયલ અને કૃતિકા. હવે તે કોઈની સાથે લગ્ન નહીં કરે.’