21 જૂને ભટારના આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતુ મૂકનાર મહિલા સોફટવેર ઇજનેરના આપઘાત પ્રકરણમાં ખટોદરા પોલીસે મૃતક પતિ 30 વર્ષીય વિકાસ ગોપીનાથ પેરીવાલની આત્મહત્યાની દુષ્પ્રેરણા મામલે ગુનો નોંધી ધરપકડ કરી છે. 29 વર્ષીય સોફટવેર ઇજનેર મધુલિકાએ પત
.
મધુલિકાના 2020માં લગ્ન થયા હતા. લગ્ન વખતે પરિણીતાને 40 તોલા સોનું-ચાંદી તેમજ ફર્નિચર માટે 1 લાખ આપ્યા હતા. જેમાં થોડા સમય બાદ તેણે કહ્યું કે, એક લાખમાં તો ફકત બાથરૂમ જ બની શકે છે. મધુલિકા સોફટવેર ઇજનેર હોઇ તેનો મહિને 80 હજારનો પગાર હતો. આ પગાર તેનો વાપરી નાખતો હતો. પત્નીનો કોલ રેકોડ સાંભળી હેરાન કરતો હતો. 20મીએ મધુલિકાએ તેના માતા-પિતા સાથે વિડીયો કોલ કરી રાત્રે વાત કરી હતી. માતા-પિતાએ તેને ઘરે બોલાવી જો કે તે પતિના ડરને કારણે આવી ન હતી.