15 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે 2016માં દીકરી મીશાને જન્મ આપ્યો હતો. જો કે, શાહિદ કપૂરે ખુલાસો કર્યો છે કે મીરાને પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન મિસકેરેજ થવાનું હતું.સમસ્યાને કારણે તેમને અઢી મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર નેગેટિવ અસર પડી હતી. આવી સ્થિતિમાં શાહિદ કપૂરે તેની ખૂબ કાળજી લીધી. મીરાને સારું લાગે તે માટે શાહિદે ઘરને હોસ્પિટલ જેવું બનાવ્યું હતું.
હાલમાં જપ્રખર ગુપ્તાના પોડકાસ્ટમાં મીરા રાજપૂતે મીશાના જન્મ પહેલાં થયેલી ગૂંચવણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, ઘણા લોકો આ વાત જાણતા નથી, પરંતુ જ્યારે મારી પુત્રીનો જન્મ થવાનો હતો ત્યારે તે મારી પ્રથમ ગર્ભાવસ્થા હતી. મને લાગતું હતું કે હું 20-21 વર્ષની છું, સ્વસ્થ છું, ફિટ છું, મારા જીવનનો બેસ્ટ સમય પસાર કરી રહી છું, બાળકો થશે પરિવાર હશે. પ્રેગ્નેન્સીમાં 4 મહિનામાં મારું મિસકેરેજ થવાનું હતું. અમે સોનોગ્રાફી માટે ગયા હતા. જેવી હું ચેન્જ કરીને આવી તરત જ ડોક્ટર અને શાહિદ મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. ડૉક્ટરે તરત સૂઈ જવાનું કહ્યું. મારે તારી સાથે વાત કરવી છે તેથી સૂઈ જા. તેમણે કહ્યું કે હું પ્રેગ્નન્સીના 4 મહિનામાં જ જાડી થઈ ગઈ છું (આનાથી મિસકેરેજની શક્યતા વધી જાય છે). ડૉક્ટરોએ મને કહ્યું કે હું ગમે ત્યારે બાળક ગુમાવી શકું છું.
મીરાએ વધુમાં કહ્યું કે, ડોક્ટરોએ કહ્યું કે મારે તાત્કાલિક હોસ્પિટલ જવું પડશે. હું અઢી મહિના સુધી હોસ્પિટલમાં રહી હતી. હું અઢી મહિનાથી એક જ રૂમમાં હોવાથી હું કેટલીક વસ્તુઓ ખરીદવા માટે પણ પથારીમાંથી બહાર જઈ શકતી નહોતી. એક સમયે હું વિચારવા લાગી હતી કે મારે કોઈક રીતે આ રૂમમાંથી બહાર નીકળવું પડશે. શાહિદે મારા ડોક્ટરો સાથે વાત કરી કે તે મને ઘરે લઈ જવા માગે છે. તેમણે ડોક્ટરોને કહ્યું કે તે ઘરને સંપૂર્ણ રીતે હોસ્પિટલમાં બદલી દેશે. તે સમજી ગયો કે આનાથી મારા માનસિક સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર પડી રહી છે. તે ઇચ્છતો હતો કે હું ઘરે આરામદાયક રહું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારો આખો પરિવાર આવ્યો અને મને આશ્ચર્યચકિત કરી દીધું અને હું તેનાથી ખૂબ ખુશ હતી.
મીરાએ કહ્યું કે તે ઘરે આવીને ખુશ હતી, પરંતુ એક અઠવાડિયા પછી ડોક્ટરોએ તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન કર્યું. ફરી હોસ્પિટલ જવાથી મીરાના મન પર ખરાબ અસર પડી. આવી સ્થિતિમાં શાહિદે ડૉક્ટરોને કહ્યું હતું કે ગમે તે થાય, તે મીરાને ઘરે લઈ જશે, કારણ કે તેના માટે મીરાનું ખુશ રહેવું વધુ જરૂરી હતું. આખરે શાહિદ મીરાને ઘરે લઈ આવ્યો. ઘરમાં મીરાંનું ધ્યાન રાખવામાં આવતું હતું. મીરાએ જણાવ્યું કે જ્યારે તેણે મીશાને જન્મ આપ્યો ત્યારે ડોક્ટરોએ તેને ચમત્કાર ગણાવ્યો હતો.
મીરા રાજપૂત શાહિદ કપૂર કરતાં 13 વર્ષ નાની છે. બંનેની મુલાકાત ધાર્મિક સમૂહ રાધા સ્વામી સત્સંગમાં થઈ હતી. પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા. આ દંપતીએ 7 જુલાઈ 2015 ના રોજ ગુડગાંવ (હવે ગુરુગ્રામ) માં લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં મીરાએ પુત્રી મીશાને જન્મ આપ્યો હતો. વર્ષ 2018માં તેમના ઘરે પુત્ર જેનનો જન્મ થયો હતો.