4 કલાક પેહલા
- કૉપી લિંક
જ્યારથી સોનાક્ષી અને ઝહિરના લગ્નની તારીખ સામે આવી હતી ત્યારથી અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં ચર્ચા તો એવી પણ થઈ રહી હતી કે બંને ભાઈઓ નારાજ છે તો પિતા શત્રુઘ્નએ પણ વારંવાર નિવેદન ફેરવવા પડ્યાં હતા. સોનાક્ષી સિંહાના ભાઈઓ તેના લગ્નમાં આવ્યા હતા કે નહીં તે અંગે સસ્પેન્સ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સોનાક્ષીના જોડિયા ભાઈઓ લવ અને કુશ તેમની એકમાત્ર બહેનના લગ્નમાં હાજર ન હતા કારણ કે તેઓ ઝહીર સાથેના લગ્નથી ખુશ ન હતા.
આ અંગે લવ સિંહાએ કહ્યું હતું કે સમય આવશે ત્યારે તે આ અંગે વાત કરશે. પરંતુ હવે કુશે પણ લગ્નમાં ગેરહાજરીના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે સોનાક્ષીના લગ્નમાં હાજર હતો.
ડાબેથી લવ, પૂનમ સિંહા, કુશ અને શત્રુઘ્ન સિંહા
હું લગ્નમાં હાજર હતોઃ કુશ સિંહા
કુશે કહ્યું, ‘મેં જોયું કે, લોકો ખોટી માહિતી આપી રહ્યા છે. આ બધું એક અગ્રણી પોર્ટલના એક લેખથી શરૂ થયું હતું જેણે એક સૂત્રે ને ટાંકીને જ આ બધું ચલાવ્યું હતું. મને ખબર નથી કે, આ બધું કોણ કરી રહ્યું છે અને ક્યાંથી આ બધું શરૂ થયું પરંતુ કેટલાક મીડિયા હાઉસ પાસે મારી તસવીરો છે જે દર્શાવે છે કે હું તે રાત્રે ત્યાં હાજર હતો.’
ડાબેથી લવ, સોનાક્ષી અને કુશ સિંહા
પરિવાર માટે આ ખૂબ જ સેન્સેટિવ સમય છે: કુશ
આ સાથે જ એમ પણ કહ્યું તેને લાઈમલાઈટમાં રહેવાની આદત નથી, તેથી જ લગ્નમાં અન્ય મહેમાનોની જેમ તેની તસવીરો જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે લગ્નમાં હાજર નહોતો. કુશે એ પણ સ્વીકાર્યું કે તેના પરિવાર માટે આ ખૂબ જ સેન્સેટિવ સમય છે.
સોનાક્ષી અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા
સોનાક્ષીના લગ્ન અંગે કુશે કહ્યું, ‘હું મારી બહેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા તેની ખુશી માટે પ્રાર્થના કરું છું.’