16 મિનિટ પેહલા
- કૉપી લિંક
દરેક રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ઘણી જગ્યાએ અનરાધાર વરસાદ પડે છે. આ સિઝનમાં કાળઝાળ ગરમીથી તો રાહત મળે છે, પરંતુ કોલેજ, ઓફિસ કે કામ પર જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
વરસાદમાં બહાર જવું અને તમારા સામાનની સંભાળ રાખવી એ યુદ્ધ લડવાથી ઓછું નથી. ખાસ કરીને ટુ-વ્હીલર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝર્સ માટે ચોમાસાનો સમય ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ઘણી વખત માત્ર છત્રી અને રેઈનકોટ પણ ઉપયોગી નથી થતાં. ક્યારેક શૂઝ પાણીથી ભરાય જાય છે તો ક્યારેક બેગ ભીની થઈ જાય છે. અને તેમાં રાખેલી આપણી કિંમતી ચીજવસ્તુઓ પણ બગડી જાય છે. વરસાદમાં બહાર નીકળતાંની સાથે જ સૌથી પહેલાં આપણે આપણા મોબાઈલ, ટેબલેટ અને લેપટોપની સલામતી વિશે વિચારીએ છીએ કે, શું આ ગેજેટ્સને વરસાદમાં નુકસાન તો નથી થયું ને!
સામાન્ય રીતે આપણા સ્માર્ટફોન્સ હંમેશા અમારી સાથે હોય છે, જ્યારે પણ તમે વરસાદમાં બહાર જાઓ છો, ત્યારે તમારો ફોન પણ વરસાદમાં પલળે છે.
વરસાદમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને સુરક્ષિત રાખવાનું કામ બિલકુલ સરળ નથી. તેથી, આજે ‘કામના સમાચાર’માં આપણે વાત કરીશું કે વરસાદની ઋતુમાં તમારા ગેજેટ્સને ભીનાં થવાથી કેવી રીતે બચાવી શકાય.
એક્સપર્ટ- ઉપેન્દ્ર શર્મા, ટેક એક્સપર્ટ, આગ્રા
વરસાદમાં તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યાંક દીવાલોમાંથી નીકળતું પાણી ટીવી-ACને નુકસાન ન પહોંચાડી દે. ક્યાંક વરસાદનું પાણી મોબાઈલ ફોનમાં જતુ ન રહે. ક્યાંક આપણી સ્માર્ટવોચ બંધ ન થઈ જાય વગેરે…વગેરે…
વરસાદ આપણા ઘરના સર્કિટ બોર્ડને પણ નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના ટેકનિકલ સાધનો વરસાદના સંપર્કમાં આવે ત્યારે જોખમી બની જાય છે.
વરસાદમાં ભીની થવાથી આ વસ્તુઓને બચાવવી જરૂરી છે-
- મોબાઇલ-સ્માર્ટ વોચ
- ટીવી-રેફ્રિજરેટર
- લેપટોપ-ટેબલેટ
- એસી કે કૂલર
- વોશિંગ મશીન
- સ્માર્ટવોચ
જો કે, કેટલીક સાવચેતી રાખવાથી તમે ખર્ચના ખાડામાં ઊતરતાં બચી શકો છો.
નીચે ગ્રાફિક જુઓ, ઈલેક્ટ્રોનિક ડિવાઇસને વરસાદથી બચાવવા માટે કેટલીક બેસ્ટ ટિપ્સ-
સ્માર્ટફોન કે મોબાઈલ ફોનમાં વોટર રિપેલન્ટ સ્ક્રીન પ્રોટેક્ટર લગાવી શકો
તમારા ફોનને સુરક્ષિત રાખવો એ અન્ય ટેક ડિવાઇસ કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જો તમે વારંવાર મુસાફરી કરો છો. સ્માર્ટફોન એ એકમાત્ર વસ્તુ છે જે સામાન્ય રીતે હંમેશા આપણી સાથે રહે છે. કેટલાક લોકો પોતાનો મોબાઈલ બાથરૂમમાં પણ સાથે લઈ જાય છે. આમ કરવાથી મોબાઈલ પાણીમાં પડવાનું જોખમ વધી જાય છે.
તેથી સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે. જ્યારે પણ તમે વરસાદમાં બહાર નીકળો ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ પાઉચ ખરીદો. અથવા મોબાઈલમાં વોટર રિપેલન્ટ સ્ક્રીન પ્રોટેક્ટર લગાવો.
તમારા ફોનના પોર્ટમાં પાણીને પ્રવેશતાં અટકાવવા માટે તમે બિલ્ટ-ઇન ફ્લૅપ્સ હોય તેવા કેસ પસંદ કરી શકો છો.અથવા સેફ પ્લગ જેનો ઉપયોગ તમે તમારા USB Type-C અને 3.5mm પોર્ટને આવરી લેવા માટે કરી શકો છો. આ પ્લગનો ઉપયોગ ટેબલેટ સાથે પણ થઈ શકે છે.
તમારા ટેબલેટને લિક્વિડ ડેમેજથી બચાવવા શું કરવું?
ટેબ્લેટનો ઉપયોગ કેટલીકવાર સ્માર્ટફોનના વિકલ્પ તરીકે પણ થાય છે. તેથી, તમે તેને સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ સ્લીવ અથવા ફ્લિપ કવર મેળવી શકો છો. જો તમે તમારા ટેબલેટ માટે કવર ખરીદી રહ્યાં હો તો પોર્ટ અને પ્લગને આવરી લેતા હોય તેવા કવર પસંદ કરો.
લેપટોપને માત્ર વોટરપ્રૂફ કવરમાં રાખો
તમારી માલિકીના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી, લેપટોપ સૌથી મોંઘું છે. તેને પાણીથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગ ખરીદો અથવા ઓછામાં ઓછું તમારી હાલની બેગ માટે વોટરપ્રૂફ કવર ખરીદો. ખુલ્લી ડિઝાઇન કરેલી બેગ અથવા બેકપેકનો ઉપયોગ કરવાનું ટાળો. જેના કારણે પાણી અંદર જવાનો ભય રહે છે.
ઇયરફોનને સિલિકોન કવરમાં મૂકો
આ સાથે જ ધ્યાન રાખો કે તમારું લેપટોપ અથવા સ્માર્ટફોન જે તમે કૉલેજ અથવા કામ પર લઇ જતાં સૌથી મોંઘા ગેજેટ્સ હોઈ શકે છે, પરંતુ તે એકમાત્ર નથી. એવા ઘણા નાના ગેજેટ્સ પણ છે જેની આપણને રોજ-બરોજના ઉપયોગ માટે જરૂર પડે છે, જેમ કે ઇયરફોન અને હેડફોન.
જો તમે વરસાદમાં ભીના થાઓ છો, તો તમારા ઇયરફોન એ પાણીના સંપર્કમાં આવનાર પ્રથમ ડિવાઇસ હોઈ શકે છે, કારણ કે બાકીના ડિવાઇસ મોટાભાગે તમારી બેગ અથવા ખિસ્સામાં હોય છે. તો પછી તમે તેમને સુરક્ષિત રાખવા શું કરશો? પ્રથમ, તેમને કાઢો અને સુરક્ષિત રીતે સ્ટોર કરો. તમે આ માટે સિલિકોન કવર ખરીદી શકો છો. તમે મોટા હેડફોન માટે વોટરપ્રૂફ કેસ ખરીદી શકો છો.
તમારી સ્માર્ટવોચને પણ આ રીતે સાચવો
તમારા હાથમાં હંમેશા તમારી સાથે રહેતી સ્માર્ટવોચ પણ એક ગેજેટ છે જેને વરસાદમાં સૌથી પહેલાં સુરક્ષિત રાખવું જોઈએ. આ નાનું ડિવાઇસ તમારા SPO2 સ્તરને ટ્રૅક કરવાથી લઈને તમારા હાર્ટના ધબકારાથી લઈને ઊંઘ સુધી ઘણી બધી વસ્તુઓ કરે છે. જો કે, મોટાભાગની સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ વોટર પ્રૂફ છે. જો નહીં, તો તેને સિલિકોન કવરમાં જ રાખો.
નિયમિતપણે AC સાફ કરો
જો વરસાદની સિઝનમાં ACનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. મોટા સર્વિસ ખર્ચને ટાળવા માટે, ખાતરી કરો કે આઉટડોર યુનિટ (સ્પ્લિટ ACના કિસ્સામાં) હંમેશા સ્વચ્છ રાખવામાં આવે. તમારા એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો. જ્યારે રૂમની બારી કે દરવાજા ખુલ્લા હોય ત્યારે એસી ન ચલાવો. જો તમારા ACમાં ડ્રાય મોડ છે તો તેનો ઉપયોગ કરો.
દર અઠવાડિયે રેફ્રિજરેટરને સાફ કરો
વરસાદમાં રેફ્રિજરેટરના સૌથી મોટા દુશ્મનો ભેજ અને બેક્ટેરિયા છે. રેફ્રિજરેટરમાં ભેજને કારણે તમારા ખોરાક પર અનિચ્છનીય ગંધથી લઈને મોલ્ડ ઉગવા સુધીની વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. આને રોકવા માટે યાદ રાખો કે તમારા રેફ્રિજરેટરના દરવાજાની સીલમાં કોઈ ગાબડા અથવા તિરાડો નથી. દરવાજો ખુલ્લો ન રાખો અને દર અઠવાડિયે રેફ્રિજરેટરને ટીશ્યૂ અથવા કપડાથી સાફ કરો.
વોશિંગ મશીનને વરસાદમાં ઢાંકીને રાખો
ચોમાસામાં વોશિંગ મશીનને સારી સ્થિતિમાં રાખવા માટે, ટબ અને લિન્ટ કલેક્ટર જેવી વસ્તુઓને નિયમિતપણે સાફ કરો. તમારા વોશિંગ મશીનને શક્ય તેટલું સૂકું રાખવાનો પ્રયાસ કરો. ભીના હાથથી તેના પ્લગને સ્પર્શ કરશો નહીં. જેના કારણે વીજ કરંટ લાગવાનો પણ ભય છે. તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા ચપ્પલ પહેરો. તમારા વોશિંગ મશીનને સમય-સમય પર સારી રીતે સાફ કરવાથી પણ તેમાં મોલ્ડ વધતો અટકશે. તેને વરસાદમાં ઢાંકીને રાખો.
તમે ટીવી માટે ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો
રેફ્રિજરેટરની જેમ, ટીવી પણ દીવાલમાંથી વધુ પડતા ભેજ અથવા ટપકતાં પાણીને કારણે બગડી શકે છે. આને રોકવા માટે તમે લિવિંગ રૂમમાં ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો. અથવા તમે નજીકમાં ભેજ શોષી લેતાં છોડ પણ લગાવી શકો છો. જ્યાં પાણી ટપકતું હોય ત્યાંથી પહેલા ટીવી દૂર કરો.
તમારે ટીવીને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળવું જોઈએ.