6 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે વાશુ ભગનાની પર 250 રૂપિયાનું દેવું થઇ ગયું છે, જેના કારણે તેમના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસ વેચવા માટે કાઢી છે. જો કે, તેમણે પોતે ઓફિશિયલ નિવેદન આપીને આ સમાચારોને રદિયો આપ્યો છે. હવે વાશુ ભગનાનીએ કહ્યું કે ઓફિસ વેચાઈ જવાના સમાચાર સાંભળીને અક્ષય કુમારે તેમને ફોન કર્યો હતો. અક્ષયે તેમને કહ્યું હતું કે તે તેની મદદ કરશે.
વાશુ ભગનાનીએ કહ્યું, ‘અક્ષય પહેલો વ્યક્તિ હતો જેમણે મને ફોન કર્યો અને કહ્યું કે ચિંતા ન કરો. જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને બિનધાસ્ત જણાવી શકો છો. તેણે મને કોઈપણ શરત વગર મદદ કરી. મને સની દેઓલ, સુનીલ શેટ્ટી અને જૂના મિત્ર ડેવિડ ધવનના પણ ફોન આવ્યા. હું તે બધા લોકોથી ખૂબ જ પ્રભાવિત છું, તેઓ હંમેશા મારી સાથે ઊભા રહે છે.’
અક્ષય કુમાર હાલમાં જ વાશુ ભગનાની પ્રોડક્શનની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળ્યો હતો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાનો પહેલો પ્રેમ ગણાવતા વાશુ ભગનાનીએ કહ્યું હતું કે, ‘મને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ ગમે છે. આ મારું જીવન છે. અહીં હજુ પણ ઘણા લાગણીશીલ લોકો છે, જેઓ મારા દરેક સારા અને ખરાબ સમયમાં મારી સાથે ઊભા રહે છે.’
પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસ વેચાઈ ગઈ હોવાના હતાં સમાચાર
છેલ્લાં કેટલાક દિવસોથી સમાચાર ચર્ચામાં હતા કે વાશુ ભગનાનીએ 250 કરોડ રૂપિયાની લોન ચૂકવવા માટે પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસ વેચી દીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ થવાને કારણે તેને મોટું નુકસાન થયું છે.
એક મીડિયા રિપોર્ટમાં એક સ્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ થવાને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે. લોન ચૂકવવા માટે ભગનાની પાસે ઓફિસ વેચવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એવા પણ રિપોર્ટ હતા કે પ્રોડક્શન હાઉસમાં કામ કરનારાઓને છેલ્લા બે વર્ષથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. દેવાના કારણે પૂજા એન્ટરટેઈનમેન્ટના 80 ટકા સ્ટાફમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
આ અફવા વચ્ચે વાશુ ભગનાનીએ એક ઓફિશિયલ નિવેદન આપીને કહ્યું હતું કે, તેમની ઓફિસ વેચવામાં આવી નથી, તે રિ-ડેવલપમેન્ટ માટે આપવામાં આવી છે. વાશુ ભગનાનીએ જણાવ્યું છે કે તેઓ તેમની ઓફિસને લક્ઝુરિયસ હાઉસિંગ ટાવરમાં બદલી રહ્યા છે. જેના કારણે પૂજા એન્ટરટેઈનમેન્ટની ઓફિસ જૂની જગ્યાએ ખસેડવામાં આવી છે.
વાશુ ભગનાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા છે. તેમનો પુત્ર જેકી ભગનાની પણ નિર્માતા અને એક્ટર છે. વાશુ ભગનાનીએ વર્ષ 1986માં પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટની શરૂઆત કરી હતી. પ્રોડક્શન હાઉસ હોવા ઉપરાંત તે એક ડિસ્ટ્રીબ્યુશન કંપની પણ છે. આ પ્રોડક્શનની પહેલી ફિલ્મ 1995ની ‘કુલી નંબર 1’ હતી, જે સુપરહિટ રહી હતી. આ પછી આ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ ‘હીરો નંબર 1’, ‘બીવી નંબર 1’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘રેહના હૈ તેરે દિલ મેં’, ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી જબરદસ્ત હિટ ફિલ્મો આપી છે.